SURAT

સુરતમાં અપહરણ અને લૂંટના ગુનામાં મનિષ કુકરી ગેંગનો કુખ્યાત સાગરીત ભરૂચ ટોલનાકાથી ઝડપાયો

સુરત: (Surat) શહેરના કુખ્યાત મનિષ કુકરી ગેંગનો (Manish Kukri Gang) સાગરીત અપહરણ અને લૂંટના ગુનામાં પોલીસની (Police) નજર ચુકવી ફરાર હતો. ત્યારે એસઓજીની ટીમને (SOG Team) આરોપી ભરૂચ ટોલનાકા પાસે હોવાની બાતમી મળતા ત્યાંથી દબોચી લાવ્યા હતા. આરોપીએ વરાછા મારૂતિ ચોક વિસ્તારમાં રહેતા યુવક પાસેથી વ્યાજના બાકીના રૂપિયા 30 હજારની ઉઘરાણીનો હવાલો લઈ તેનું અપહરણ (Kidnapping) કરી ફોનની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

  • વ્યાજના 30 હજાર રૂપિયાનો હવાલો લઈને અપહરણ કરી મોબાઈલ લૂંટી (Loot) મારવાની ધમકી આપી હતી
  • આરોપી રોનક ઉર્ફે પરી મનુભાઈ હિરપરાને એસઓજીની ટીમે દબોચી સરથાણા પોલીસના હવાલે કર્યો
  • ગેંગ દ્વારા અગાઉ સુરતમાં મારામારી, ખુન જેવા ગુન્હાઓ આચર્યા હતા

એસઓજીની ટીમને મનિષ કુકરી ગેંગનો સભ્ય અને અપહરણ તથા લૂંટના ગુન્હાનો આરોપી ભરૂચ ટોલનાકા પાસે હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે એસઓજીની ટીમે નાસતા ફરતા આરોપી રોનક ઉર્ફે પરી મનુભાઈ હિરપરા (ઉ.વ.૨૯, રહે. એર, માનસરોવર સોસાયટી, નેશનલ પાર્કની બાજુમાં સરથાણા જકાતનાકા) ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે, પોતે મનિષ કુકરી ગેંગનો સભ્ય છે. અને તેની ગેંગ દ્વારા અગાઉ સુરતમાં મારામારી, ખુન જેવા ગુન્હાઓ આચર્યા હતા. આ ગુન્હામાં તે પકડાયો હતો. ત્યારબાદ પોતે ફાઈનાન્સનું કામ કરતો હતો.

દરમ્યાન તેના મિત્ર જતીન દેસાઈ પાસેથી વરાછા મારૂતિ ચોક સપના સોસાયટીમાં રહેતા હિરેનભાઈ મોહનભાઈ પડસાળાએ 1 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. જે પૈસામાંથી 70 હજાર ચુકવી આપ્યા હતા. અને 30 હજાર બાકી હતા. જેથી તે પૈસા કઢાવવાનો હવાલો જતીન દેસાઈએ રોનક તથા તેના અન્ય મિત્રોને આપ્યો હતો. જેથી આ ગુન્હામાં અગાઉ એસ.ઓ.જી.ના હાથે ઝડપાઈ ચુકેલા આરોપી પિયુષભાઈ પી.પી. દિનેશભાઈ તળાવીયાએ 21 માર્ચ 2021 ના રોજ પોતાની કારમાં હિરેનભાઈનું અપહરણ કરી યોગી ચોક પાસે યોગીનગરમાં રોનકની ઓફીસમાં લઈ ગયા હતા. તેને ગોંધી રાખી મારી નાખવાની ધમકી આપી હતી. અને તેનો આઈ ફોન પણ લૂંટી લીધો હતો. રોનકની સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયો હતો. આ સિવાય સરથાણામાં બે, ઇચ્છાપોરમાં એક, અમરોલીમાં એક ગુનો દાખલ છે.

Most Popular

To Top