ઘણાં વ્યકિત આખાબોલા હોય છે, કોઇની પણ શેહશરમ રાખ્યા વિના મોંઢા પર સાચું કહી દેતા હોય છે. તેવી જ રીતે દર્પણ (અરીસો – આયનો) પણ તમે જેવા દેખાવ તેવું જ રૂપ બતાવે છે, કદી શરમ રાખતો નથી. આજકાલ સ્ત્રી-પુરૂષ, યુવાન, યુવતિ, મહિલાઓને રૂપાળાં – સ્વરૂપવાન દેખાવાનું બહુ ગમે છે, હેન્ડસમ-બ્યૂટી ફુલ બનવા માટે જાત-જાતના ક્રિમ – પાઉડર, ફેસિયલ સૌંદર્ય – પ્રસાધનો વાપરે છે. યુવતિઓ સુંદરતા નિખારવા માટે બ્યૂટી-પાર્લરમાં જાય છે, યુવાનો પણ હેર – કટીંગ – સલૂનમાં જઇને ફેસિયલ, મસાજ કરાવે છે, આ બધા સુંદરતા નિખારવા માટેના કૃત્રિમ ઉપાયો છે, જેની અસર મર્યાદિત સમય પુરતી જ હોય છે, પછી તમે જેવા દેખાવ છો – તેવા જ દેખાવવા લાગો છો, માણસને રૂપ -સ્વરૂપ આપવાનું કામ ભગવાનનું છે, આથી કુદરતે જે આપ્યું છે, તેને સ્વીકારી લો, ગધેડાને સજાવવાથી કાંઇ ઘોડો નથી બની જતો, આમ નકલી રૂપ – કાલા – ગોરાનો ભેદ ન રાખો, ‘સચ્ચાઇ – છૂપ નહીં સકતી બનાવટ કે અસુલોં સે, ખુશ્બુ આ નહીં શકતી, કભી કાગઝ કે ફલોંસે – આમ માણસ જતે દર્પણ જેમ હંમેશા સાચું બોલવું જોઇએ….
તરસાડા પ્રવીણસિંહ મહીડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દર્પણ જૂઠ ન બોલે…
By
Posted on