Vadodara

પ્રબોધ સ્વામી ‘રણછોડ’ બની સોખડાને અલવિદા કરશે?

વડોદરા : હરિપ્રસાદ સ્વામીની તપોભુમી હરિધામમાં ચાલતાં ગાદી  વિવાદમાં હવે નવાજૂની થવાના ભણકારા સંભળાય રહ્યા છે. મંદિરની ગાદી માટે દાવેદાર ગણાતા પ્રબોધ જીવન સ્વામીએ રણછોડી સોખડા મંદિરને અલવિદા કરવાની તૈયારીઓ કરી લીધી હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે. 21 એપ્રિલે હરિધામ સોખડા મંદિરમાંથી પ્રબોધ જીવન સ્વામી અને સંતો અન્ય સ્થળે રવાના થશે તેમ મનાય છે.

સોખડા મંદિર અને યોગી ડિવાઇન સોસાયટીના અરબો ઘરબોની ચલ અચલ સંપત્તિઓ પર વહીવટને લઈ છેલ્લા ઘણા સમયથી પ્રબોધ જીવન સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથ વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે જોકે વિવાદમાં પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથનું પલડુ હંમેશા ભારે રહ્યું હતું જોકે હવે આ વિવાદમાં નવો વળાંક આવશે તેમ લાગી રહ્યું છે ગાદી વિવાદમાં વચ્ચે સોખડા મંદિરની ગાદી માટેના મુખ્ય  દાવેદારો પૈકી પ્રબોધ જીવન સ્વામીએ વિવાદથી હારી કે થાકી ને હરિધામને અલવિદા કરવાનું મન બનાવી લીધું હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે સોખડા મંદિરથી નીકળી જવા માટે  પ્રબોધ જીવન સ્વામીએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હોવાનું પણ કહેવાય છે.

 મંદિરમાં તેમના સમર્થક સંતો અને સેવકોને પણ તૈયાર રહેવા આહવાન કરાયું હોવાનું જાણવા મળ્યું છે ચર્ચા છે કે ૨૧ એપ્રિલના રોજ પ્રબોધ જીવન સ્વામી  સંતો સેવકો સાથે મંદિર છોડી અન્યત્ર રવાના થઇ જશે પ્રબોધ જીવન સ્વામી સોખડા મંદિર માંથી જતા રહેશે તેવી ચર્ચા વચ્ચે તેઓ મંદિર છોડે છે કે કેમ તે અંગે નું સત્ય 21 એપ્રિલ બાદ ખબર પડશે પણ પ્રબોધ જીવન સ્વામી જવાની ચર્ચાઓ વચ્ચે સોખડા મંદિર ફરતે ભારે ઉત્તેજના ભર્યો માહોલ છે.

ત્યાગ વલ્લભ સ્વામીએ ફેંકેલા પાસાઓ પુરવાર
સોખડા હરિધામ મંદિર ગાદી વિવાદમાં ચાણક્યની જેમ ઉભરી આવેલ ત્યાગ વલ્લભ સ્વામીની કુશળતાથી વિરોધી જૂથને અનેકવાર પછડાટ ખાવાનો વારો આવ્યો હતો. ત્યાગ વલ્લભ  સ્વામીએ ફેંકેલા લગભગ તમામ પાસાઓ તો  અત્યાર સુધી સફળ પુરવાર થયા હતા પરિણામે પ્રેમ સ્વરૂપ સ્વામીની ગાદીપતિ તરીકેની સ્વીકારતા વધુ પ્રબળ બની હતી હવે જ્યારે પ્રબોધ જીવન સ્વામી સોખડા હરિધામ મંદિરને છોડી જઈ રહ્યાની ચર્ચા છે ત્યારે તેની પાછળ પણ ત્યાગ વલ્લભ સ્વામીની કુનેહ હોવાનું મનાય છે.

કયા સંતો પ્રબોધ જીવન સ્વામી સાથે મંદિર છોડશે!
પ્રબોધ જીવન સ્વામી સોખડા છોડી રહ્યાની ચર્ચા વચ્ચે તેમની સાથે પ્રબોધ જીવન સ્વામી સાથે તેમના ખાસ નિકટના મનાતા ગુરુ પ્રસાદ સ્વામી, સુચેતન સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી અને સવંન સ્વામી સહિત સેવકો હશે આ તમામ સંતોને પ્રબોધ જીવન સ્વામીએ મંદિરમાંથી કોઈ પણ લીધા વગર માત્ર પહેરેલા કપડે નીકળી  જવા કહ્યું હોવાની પણ ચર્ચા છે.

Most Popular

To Top