Vadodara

‘અહો આશ્ચર્યમ’ 108માં દર્દીઓને બદલે દસ્તાવેજો અને ફાઈલો નીકળી

વડોદરા: વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સની એન્ટ્રી બાદ તેમાંથી દર્દીના બદલે દસ્તાવેજ અને ફાઇલના કાગળોમાં ઢગલા જોવા મળતા ભારે કુતૂહલ સાથે આશ્ચર્ય સર્જાયું હતું. તેમજ અનેક તર્ક વિતર્કો સાથે કેટલાક સવાલો પણ ઉઠ્યા પામ્યા હતા. ઝડપી આરોગ્ય સુવિધા સાથે અકસ્માત વેળાએ દર્દીને તાત્કાલીક સારવાર મળે અને તેનો જીવ બચાવી શકાય તે માટે ગુજરાત સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાતી 108 એમ્બ્યુલન્સ સેવાનો ઉપયોગ તંત્ર પોતાની મરજી મુજબ કરતું હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. મંગળવારે કલેક્ટર કચેરી ખાતે 108 એમ્બ્યુલન્સ આવી હતી. કલેકટર કચેરીના પ્રાંગણમાં 108 એમ્બ્યુલન્સની એન્ટ્રી સાથે જ લોકોમાં કુતૂહલ સાથે દોડધામ મચી ગઇ હતી. જોકે 108 એમ્બ્યુલન્સનો દરવાજો ખોલતા જ આશ્ચર્ય સર્જાયું હતું. 108માં દર્દીના બદલે દસ્તાવેજો અને ફાઇલનો ઢગલા જોવા મળ્યા હતા.

 108માં દર્દીને બદલે તંત્ર વિવિધ વિભાગોની ફાઈલો અને ઢગલો દસ્તાવેજો દેખાતા  અનેક તર્ક વિતર્કો સાથે સવાલો પણ ઉઠયા છે.જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દસ્તાવેજો અને ફાઇલો માટે અલાયદી વ્યવસ્થા કરવાના બદલે 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ કેમ કરાયો હતો આ કેટલું યોગ્ય કહેવાય? તંત્રની સેવામાં એમ્બ્યુલન્સ કાર્યરત હતી તે સમયે જ જો કોઇ અકસ્માતની ઘટના બની હોત તો તેને કેવી રીતે બચાવી શકાયો હોત. તો પછી કેમ લોકોના જીવને જોખમમાં મૂકવાનો મૂર્ખામી ભર્યો પ્રયાસ થયો શું? જવાબદાર સામે આ મુદ્દે કોઈ કાર્યવાહી કરાશે તેવા અનેક પ્રશ્નો પણ ઉભા થયા છે.

Most Popular

To Top