સુરત : ગોડાદરામાં (Godadra) મામાદેવના દર્શન કરીને ઘરે જતા વેપારીને (Trader) રસ્તામાં (Road) જ આંતરીને ગોડાદરાના બે કોન્સ્ટેબલોએ રૂા.2000ની માંગ કરીને રાત્રે લોકઅપમાં (Lockup) બેસાડીને માર પણ મરાયો હતો. એક વર્ષ બાદ બંને કોન્સ્ટેબલોની (Constable) સામે એનસી ફરિયાદ (NC Complaint) થઇ છે.
- ગોડાદરામાં વેપારીને કરફ્યૂ ભંગ બદલ રસ્તામાં જ આંતરી 2 હજાર રૂપિયા માંગ્યા હતા
- વેપારી પાસે ગાડીના કાગળો માંગી ચાવી લાઢી લીધી હતી
- લોકઅપમાં બેસાડી માર માર્યો હતો, વેપારી રૂ.2500 આપી છૂટ્યો હતો
પ્રાપ્ત વિગતો મુજબ ઉધના હરીનગર પાસે મહાદેવ નગરમાં રહેતા જીતેન્દ્ર અશોકભાઇ ગાંભવા તા. 8 એપ્રીલ-2021ના રોજ ગોડાદરાના મામાદેવ મંદિરે ગયા હતા. ત્યાંથી તેઓ પરત આવ્યા ત્યારે દેવધગામ રોડથી આગળના સર્કલે ગોડાદરા પોલીસના સુરેન્દ્રભાઇ તેમજ સંદિપ પટેલ નામના બે કર્મચારીઓ ઊભા હતા. તેઓએ જીતેન્દ્રભાઇની પાસે ગાડીના કાગળો માંગ્યા હતા અને ચાવી કાઢી લીધી હતી. રાત્રીના આઠ વાગ્યા સુધી જીતેન્દ્રને પોલીસ મથકે બેસાડી રાખ્યા બાદ રાત્રે કર્ફ્યુભંગનો ગુનો પણ નોંધ્યો હતો. મધરાત્રે જીતેન્દ્રએ તેના મિત્રને બોલાવીને રૂા.2500 આપીને જામીન મેળવ્યા હતા. ઘટનાના પાંચ દિવસ બાદ જીતેન્દ્રની સિવિલમાં ફરિયાદ લીધી હતી. આ બાબતે તમામ ઉચ્ચ અધિકારીમાં ફરિયાદ કરવામાં આવ્યા બાદ એક વર્ષ પછી આજે સંદિપ પાટીલ અને સુરેન્દ્રની સામે એનસી ફરિયાદ નોંધવામાં આવી હતી.
મહિલા રણચંડી બની ‘ગલી ગલી મેં શોર હૈ પોલીસ વાલે ચોર હે’ જેવા સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી
પલસાણા : કડોદરાના અરિહંત પાર્કમાં હનુમાન જ્યંતિના દિવસે મંદિરના ભંડારા બાબતે થયેલી બબાલ બાદ પોલીસે મુખ્ય સૂત્રધાર પોલીસની PCR વાનના કોન્ટ્રાક્ટ હેઠળના ડ્રાઇવરને પકડી જામીન પર છોડી દેતાં અરિહંત પાર્ક ખાતે ફરી બબાલ થઇ હતી અને અરિહંત પાર્કની અંદાજે 50થી વધુ મહિલાએ કડોદરાથી અંત્રોલી પોલીસ મથક સુધી રેલી કાઢીને પહોંચી હતી અને પોલીસ પ્રશાસન વિરુદ્ધ ‘ગલી ગલી મેં શોર હૈ પોલીસ વાલે ચોર હે’ જેવા સુત્રોચ્ચાર કર્યા હતા. આ રેલી કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશને પહોંચી હતી. અહીં ગંભીર ઘટનાને શાંત પાડવાને બદલે કડોદરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.અશોક મોરીએ કેટલીક મહિલાઓ સાથે તોછડું વર્તન કર્યું હોવાનો આક્ષેપ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલાઓને 2 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવી હતી. અરિહંત પાર્ક ગણા સમયથી આ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે આવા સમયે પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભો થાય ત્યારે મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ રેલીમાં મહિલાઓ સાથે વૃધ્ધો પણ જોડાયા હતા. નવનિયુક્ત પોલીસ વડા આ પરિસ્થિતિ ઉપર ખુદ સ્થળ નિરીક્ષણ કરી જવાબદાર સામે પગલાં લેવામાં આવે એ જરૂરી છે