National

ચીનમાં ફરીવાર કોરોના વકર્યો: શાંઘાઇમાં નિયંત્રણો હળવા તો અન્ય શહેરોમાં નિયંત્રણોની શરૂઆત

બૈજિંગ: ચીનમાં (China) કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના (Covid-19) કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ત્યાં શાંઘાઇ પછી બીજા અનેક નગરો, મહાનગરોમાં શટ ડાઉન જેવા નિયંત્રણોનો અમલ શરૂ થઇ રહ્યો છે.

  • શાંઘાઇમાં લોકોની તકલીફોને જોતા નિયંત્રણો હળવા કરાયા
  • બીજી બાજુ અન્ય અનેક શહેરોમાં નિયંત્રણોની શરૂઆત

છેલ્લા ત્રણ સપ્તાહ કરતા વધુ સમયથી જ્યાં સખત લૉકડાઉન ચાલી રહ્યું હતું તે અઢી કરોડની વસ્તીવાળા શાંઘાઇ શહેરમાં લોકોની વ્યાપક મુશ્કેલીઓ, ફરિયાદો અને નારાજગી જોઇને નિયંત્રણો હળવા બનાવવામાં આવી રહ્યા છે ત્યારે ચીનના અન્ય ભાગોમાં ફેલાતા કોરોનાવાયરસને જોતા અન્ય શહેરો પણ લૉકડાઉન જેવા નિયંત્રણોના માર્ગે જઇ રહ્યા છે. શાંઘાઇમાં પણ જો કે મોટા ભાગના ધંધાઓ તો હજી બંધ જ છે. હોંગકોંગ નજીક આવેલું ૧૯૦ લાખની વસ્તી ધરાવતું ઔદ્યોગિક શહેર ગુઆંગઝોઉ પણ આ સપ્તાહે લૉકડાઉન જેવી સ્થિતિમાં મૂકી દેવામાં આવ્યું છે. મધ્ય ચીનમાં આવેલા ૪૦ લાખની વસ્તી ધરાવતા તાઇયુઆન નામના શહેરમાં ઇન્ટરસિટી બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. તો દક્ષિણપૂર્વના નિંગડેમાં રહેવાસીઓને બહાર નિકળવાની મનાઇ કરવામાં આવી છે. શેન્ઝેન અને ગુઆંગઝોઉ શહેરોને પણ ૧૩ માર્ચથી બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકોના સામૂહિક ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા છે.

નોઇડામાં નવા 44 કોવિડ કેસોમાં 15 બાળકો, દિલ્હીમાં નવા 325 કેસ
દિલ્હી: ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં 15 બાળકો સહિત 44 લોકોનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એમ આરોગ્ય વિભાગે ગુરુવારે કહ્યું હતું.
આરોગ્ય વિભાગે કહ્યું હતું કે, જિલ્લામાં સક્રિય કેસની સંખ્યા 100ના આંકને વટાવીને હવે 121 પર પહોંચી ગઈ છે.પ્રાપ્ત સત્તાવાર આંકડાઓ અનુસાર, બુધવારે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં ચેપ માટે 44 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 13 લોકો સાજા થયા છે.

મુખ્ય તબીબી અધિકારી ડો. સુનીલ કુમાર શર્માએ જણાવ્યું હતું કે, ”નવા કેસોમાંથી 15 બાળકો પોઝિટિવ મળી આવ્યાં છે. આમાંથી એક પણ બાળક કોઈ શાળામાંથી નોંધાયેલ નથી.” 13 એપ્રિલે રાષ્ટ્રીય રાજધાની અને એનસીઆરમાં શાળાઓમાં કેટલાક વિદ્યાર્થીઓના કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યાના અહેવાલો બાદ દિલ્હી સરકારે પણ રાજધાનીમાં શાળાઓ માટે નવી એડવાઇઝરી જારી કરી છે. દિલ્હી સરકારની એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ”જો કોઈ પણ કોવિડ કેસ નોંધાયો હોય અથવા શાળા સત્તાધિકારીને જાણ કરવામાં આવે તો તેની જાણ તરત જ શિક્ષણ નિયામક કચેરીને કરવી અને સંબંધિત શાખા અથવા સમગ્ર કિસ્સામાં શાળાને અસ્થાયી રૂપે બંધ રાખવી.

Most Popular

To Top