Vadodara

‘તમારા લમણે બંદૂક મૂકી નોકરી નથી રાખતા, ફાવે તો નોકરી કરો’

વડોદરા : સમગ્ર બાબતે જાણ હોવા છતાં અજાણ બની તપાસ કરાવીશું કહેવા ટેવાયેલા વડોદરા મહાનગર પાલિકાના મેયર કેયુર રોકડીયા વ્હીકલ પુલના ડ્રાઈવરોને આપેલા તેમના જવાબથી વિવાદમાં સપડાયા છે.અમે તમને લમણે બંદૂક મૂકી નોકરી નથી રાખતા તમને ફાવે તો નોકરી કરો અને ના ફાવે તો છોડી શકો છો તેમ કહેતા ડ્રાઈવરોએ મેયરના આ જવાબને અયોગ્ય ઠેરવી નારાજગી દર્શાવી હતી. મહાનગર પાલિકાના વ્હીકલ પુલના ડ્રાઇવરોને છેલ્લા દોઢ મહિનાથી પગાર નહીં ચૂકવાતા ડ્રાઇવરો પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને વર્તમાનને કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવને સાથે રાખી મેયર કેયુરભાઈ રોકડિયાને રજુઆત કરવા પહોંચ્યા હતા.જ્યાં ડ્રાઈવરોએ છેલ્લા દોઢ મહિનાથી પગાર મળ્યો નથી એ પગાર નિયમિત મળે તેમજ છેલ્લા 18 વર્ષથી ફરજ અદા કરી રહ્યા હોવા છતાં કાયમી કરવામાં આવ્યા નથી.

જેથી કરીને ડ્રાઈવરોને કાયમી કરવા માટે અને સમય સર પગાર ચૂકવવામાં આવે તેવી રજુઆત કરી હતીજોકે આ બાબતે મેયર કેયુર રોકડીયાએ અમે તમને લમણે બંદૂક મૂકી નોકરી નથી રાખતા તમને ફાવે તો નોકરી કરો અને ના ફાવે તો છોડી શકો છો તેવો જવાબ આપતા વિવાદ સર્જાયો હતો.મેયરના આવા શબ્દોના ઉચ્ચારણથી ડ્રાઈવરોમાં નારાજગી વ્યાપી ગઈ છે.ડ્રાઈવરોએ મેયરના આપેલા જવાબને અયોગ્ય ગણાવ્યો હતો અને એ જવાબની સામે કઈ કરીશું નું જણાવ્યું હતું.આ અંગે મેયર કેયુરભાઈ રોકડિયા એ જણાવ્યું હતું કે વ્હીકલપુલના જે ડ્રાઇવરો આવ્યા હતા તેમની માંગ હતી કે દોઢ મહિનાથી પગાર મળ્યો નથી એ પગાર નિયમિત મળે એ વિષયની અમારા અધિકારીને સૂચના પણ આપી છે.તેમનો પગાર જો નિયમિત થતો ન હોય તો એ કંપની પર એક્શન લેવા જોઈએ અને એમની રૂબરૂમાં જ અધિકારીને સૂચના અપાય અને એમને એક્શન લેવા કહ્યું છે.દંડ ફટકારવા માટે પણ કહ્યું છે.એમને પગાર પણ થઈ જાય એ દિશાની અંદર અમે ચિંતા કરવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે વ્હીકલપુલના ડ્રાઇવરો પગાર અને કાયમી કરવાના પ્રશ્ને રજૂઆત માટે મેયર પાસે ગયા તે સમય દરમિયાન પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા.

અમારે તો એમની પાસે કામ જ લેવાનું નથી પછી બંદૂક મુકવાનો ક્યાં સવાલ જ આવે છે
અમારે એમની પાસે કામ જ લેવાનું નથી,આ કોન્ટ્રાક્ટરે જ જોવાનું છે કે તેમની પાસે કઈ રીતે કામ લેવું છે.આ અમારો વિષય જ નથી.આમ છતાં પણ એ શું સમજ્યા છે અને શું બોલ્યા છે. એ પાંચ જણની કદાચ ભરતી ન થતી હોય વર્ષોથી કામ કરતા એટલે પછી આક્રોશ ઠાલવે અથવા તો વિપક્ષના નેતા લઈને આવ્યા હોય એટલે બહાર જઈને શું બોલવું એ વિપક્ષના ઇશારે પણ થતું હોય મારે એમાં કોઈ જવાબ આપવો નથી –  કેયુર રોકડીયા, મેયર

કમિટીના નિર્ણય બાદ રણનીતિ નક્કી કરીશું
પગાર છેલ્લા ઘણા સમયથી નહીં આવતા તે માટે રજૂઆત કરવા ગયા હતા.પરંતુ આજે પ્રથમ નાગરિકનો આ રીતે જવાબ સાંભળ્યો તેનાથી અમે આશ્ચર્ય ચકિત થઈ ગયા છે. મેયર શ્રી નો જવાબ હતો કે અમે તમને લમણે બંદૂક મૂકી નોકરી નથી રાખતા તમને ફાવે તો કરો અને ના ફાવે તો છોડી શકો છો આ જવાબ અયોગ્ય હતો.કદાચ અમને એવું પણ કહેવામાં આવ્યું હોત કે અમે તમારું વિચારીશું.જે અમે 18 વર્ષોથી સાંભળતા આવ્યા છે.જેનાથી કોઈ વાંધો ન આવત.પણ જે એમનો જવાબ હતો તે યોગ્ય હતો.પ્રથમ નાગરિકને આ જવાબ શોભા ન આપે. આ બાબતે કમીટી બેસાડી શું અને નિર્ણય લઇશું આગળ શું કરવું છે. કારણ કે જે એમનો જવાબ છે એની સામે કંઈ કરીશું. – જયેશ સોલંકી, પ્રમુખ ડ્રાઈવર યુનિટ,વ્હીકલપુલ

મેયરે ડ્રાઈવરોને જે જવાબ આપ્યો તે તેમના માટે આઘાતજનક,સભામાં મુદ્દો ઉઠાવાશે
મને રજૂઆત કર્યા બાદ આ તમામ કર્મચારીઓ મેયરને રજૂઆત કરવા માટે પાલિકાની કચેરી ખાતે દોડી ગયા હતા.આ કર્મચારીઓ જ્યારે મેયરને રજૂઆત કરવા ગયા ત્યારે તેમણે જે જવાબ આપ્યો તે તેમના માટે આઘાતજનક છે.ડ્રાઈવરો માટે આ બાબતે સભામાં મુદ્દો ઉઠાવવામાં આવશે – ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, પૂર્વ વિપક્ષી નેતા

Most Popular

To Top