Charchapatra

કમ્મરતોડ કરવેરો

મધ્યમ વર્ગીય અને નોકરિયાત વર્ગ નિયમિત આવકવેરો ભરે છે. પાનકાર્ડ અને આધારકાર્ડ દરેક ખાતાધારક સાથે જોડાવા ફરજિયાત હોવાથી બચત ખાતામાં થતી વ્યાજની આવક કે કોઈ પણ રોકાણ લાંબા કે ટૂંકા ગાળાના તેમાંથી થતી દરેક આવક કરવેરાના દાયરામાં આવી જતી હોવાથી પ્રામાણિક રીતે આવકની જાહેરાત કરનાર કર ભરનાર વર્ગ માટે સરકારે લાંબા ગાળાનો વિચાર કરી એટલે કે નિવૃત્તિ પછી પાયાની જરૂરિયાત વિષે ગંભીરતાપૂર્વક વિચારી નક્કર આર્થિક મદદના આયોજન કરવા જોઈએ. બેંકમાંથી લોન પાસ કરતી વખતે જો બહુ મોટી રકમની લોન હોય તો તેના નિયમ પણ કડક બનાવવા જોઈએ. બાકી મધ્યમ વર્ગ તો કર ભરીને થાકી જવાનો અને નિવૃત્તિ ફાંફા મારવાનો.
સુરત     – સીમા પરિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top