વડોદરા : વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વાઘોડિયા રોડ ગુરુકુળ વિદ્યાલય ચાર રસ્તાથી રેવા પાર્ટી પ્લોટ પાસે ટીપી 3 સાડા સાત મીટરના રોડ લાઈનમાં આવતા 16 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા પૂર્વ વિસ્તારમાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જૂના વોર્ડ નંબર 3 અને હાલ વોર્ડ 15માં સમાવિષ્ટ વિસ્તાર વાઘોડિયા રોડ ગુરુકુળ ચાર રસ્તાથી વામ્બે હાઉસથી ક્રિષ્ણા વાટીકા રેવા પાર્ટી પ્લોટની પાસે સાડા સાત મીટર ટીપી 3 માં રોડ લાઈનમાં દબાણો કરવામાં આવ્યા હોવાની જાણ થતાં પાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી. જ્યાં સાડા સાત મીટર રોડ લાઈનમાં આવતા આશરે 16 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
દબાણ શાખાના અધિકારી રાજેશ મેકવાને જણાવ્યું હતું કે આ રોડ લાઈનમાં દબાણો થયા હતા. ગુરુકુળ ચાર રસ્તાથી વામ્બે હાઉસથી, ક્રિષ્ના વાટીકા ,રેવા પાર્ટી પ્લોટની પાસે સાડા સાત મીટર ટીપી 3 રોડ લાઇનમાં આવતા 16 જેટલા દબાણો જેમાં કમ્પાઉન્ડ વોલ,ઓટલા, સંડાશ, બાથરૂમ,ગેટ,દાદર,ફેન્સીંગ સહિતના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં જમીન-મિલકત અમલદાર ટીપી, તેમનો સર્વેયરનો સ્ટાફ, પાણીગેટ પોલીસ , જીઈબી ડિપાર્ટમેન્ટ, ફાયર બ્રિગેડ,ગેસ વિભાગ, મેડિકલ ડિપાર્ટમેન્ટ તેમજ સ્ટ્રીટલાઈટ ડીપાર્ટમેન્ટને સાથે રાખીને 16 જેટલા યુનિટ દૂર કરવામાં આવ્યા છે.