SURAT

ખજોદમાં કચરાનો ડુંગર ખડકયા બાદ હવે ઉંબેર અને ઓલપાડના આ વિસ્તારમાં સુરતનો કચરો ઠલવાશે

સુરત (Surat) : શહેરમાંથી દરરોજ 2200 મેટ્રીક ટનથી વધુ કચરો (Waste) મનપા (SMC) દ્વારા એકઠો કરવામાં આવે છે. આ કચરાની પ્રોસેસ કરીને નિકાલ કરવા માટે ખજોદ (Khajod) ગાર્બેજ ડીસ્પોઝલ સાઇટ (Garbage Disposal Site) ખાતે લઇ જવાય છે. જો કે હવે સાઇટની કેપેસીટી પુરી થઇ રહી છે. અને બાજુમાં ડ્રીમ સીટી (Dream City) પ્રોજેક્ટ આવી જતા પણ આ સાઇટ અન્યત્ર ખસેડવાની જરૂર હોય, સુરત મનપા દ્વારા કચરાના નિકાલ માટે શહેરના ચારેય ખુણામાં અલગ અલગ સાઇટો ઉભી કરી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટાડવાનું આયોજન કરાયું છે. તેથી જુદી જુદી જગ્યાઓની માંગણી કલેક્ટર સમક્ષ કરવામાં આવી હતી. જે પૈકી ઉંબેરમાં ઉધના ઝોન એ-બી અને અઠવા ઝોનના કચરાના સેગ્રીગેશન અને નિકાલ માટે માંગવામાં આવેલી જગ્યા માટે કલેક્ટરે સરકારને દરખાસ્ત મોકલી આપી હોય ટુંક સમયમાં આ જગ્યા મળી જાય તેવી આશા ઉભી થઇ છે.

  • ઉંબેરમાં ગાર્બેજ માટે પ્લાન્ટ નાખવા 50 હજાર ચોરસ મીટર જગ્યા ફાળવવા સરકારને દરખાસ્ત
  • શહેરમાંથી દરરોજ નીકળતા 2200 મેટ્રીક ટન કચરાને ખજોદની સાઇટ પર લઇ જવાઇ છે
  • હવે આ સાઇટ બંધ કરવાની હોવાથી શહેરના ચારેય ખુણે નવી સાઇટ ઉભી કરવા સરકાર પાસે જગ્યાની માંગણી કરાઇ

મળતી વિગતો મુજબ સુરત મનપા દ્વારા રોજ રોજ એકઠા કરવામાં આવતા કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે ખજોદ ડીસ્પોઝલ સાઇટ ઉભી કરાઇ હતી. હવે આ સાઇટ ક્લોઝ કરીને શહેરની ચારેય દિશામાં નજીકના ઝોનનો કચરાનો નિકાલ થઇ શકે તે માટે ગાર્બેજ ડીસ્પોઝલ સાઇટ ઉભી કરવાનું આયોજન છે. જેના અંતગર્ત ઓલપાડના પિંઝરત અને ચૌયાર્સીના ઉંબેર ગામ પાસે બ્લોક નંબર 179 પૈકીની 50 હજાર ચોરસ મીટર જગ્યાની માંગણી કરી કલેક્ટરને પત્ર લખાયો હતો. કલેક્ટરે આ માંગણી માન્ય રાખી જગ્યા ફાળવવા માટેની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પુણા અને ઉત્રાણમાં વધુ એક-એક ગાર્ડન બનાવવા દરખાસ્ત
સુરત: એક સમયે ભાજપનો ગઢ ગણાતો સૌરાષ્ટ્રવાસી વિસ્તાર હવે વિપક્ષનો ગઢ બની ગયો છે. ત્યારે જ્યાં આમ આદમી પાર્ટીનું વચર્સ્વ છે તે પુણા અને મોટાવરાછા- ઉત્રાણ ટી.પી.માં વધુ એક એક ગાર્ડન બનાવવા માટેના અંદાજો ગાર્ડન સમિતિ સમક્ષ મુકવામાં આવ્યા છે. મળતી વિગત મુજબ પુણામાં ફાયનલ પ્લોટ નં- 123 ખાતે આશરે 11 હજાર ચોરસ મીટર અને ટીપી સ્કીમ નં-24 મોટા વરાછા-ઉત્રાણ ખાતે ફાયનલ પ્લોટ નં-173 ખાતે પાંચ હજાર ચોરસ મીટર જગ્યા પર ગાર્ડન બનાવવા માટે દરખાસ્ત રજુ થઇ છે.

Most Popular

To Top