Charchapatra

યુધ્ધ વડે શાંતિ ?

મનુષ્યતા શમણા શાંતિના સેવે છે અને યુધ્ધો પણ કરતો રહે છે વળી મનુષ્ય સૌથી બુધ્ધિશાળી પ્રાણી કહેવાય છે છતાં કહે છે કે તે યુધ્ધો પણ શાંતિ માટે કરે છે તે કેવું ? મનુષ્યતા જ્યારથી જન્મી છે ત્યારથી કહે છે કે અવરિત પણે અવાર નવાર યુદ્ધો કરતી આવી છે પોતાનું બાહુબલ પથ્થરો ભાલાઓ તલવારો ગદાઓ તીરકાંમઠાઓ જેવા હથિયારો થી પહેલાં યુદ્ધો લડાતા હતા એટલુંજ નહી પ્રજાથી દુર રણ મેદાનોમાં સંગ્રામો ખેલાતા હોય પ્રજા સલામત રહેતી હતી હવે તો બંદુકો તોપો મિસાઈલો લઈ બોંબ અણુ પરમાણુ થી રાસાયણિક હથિયારોથી યુદ્ધો લડાઈ છે. તે વળી પ્રજાની વચ્ચે જઈ ખેલાય છે. આથી પ્રજાના જાન-માલની પણ સલામતી રહેતી નથી. કોઈપણ યુદ્ધ વિનાશક જ બની રહે છે પણ વર્તમાનમાં થતાં યુદ્ધો તો અતિ વિનાશક હોય છે. યુદ્ધોમાં વિજયી કે પરાજયી બન્ને જ છેવટે પરાજીત જ કહેવાય કારણે જે સવાલો માટે યુદ્ધ છેડાયું હોય તેનો ઉકેલ છેવટે મંત્રણા દ્વારા જ લાવવો પડે છે તો પહેલાજ મંત્રણા કેમ નહીં ? કોઈકે ઠીક કહ્યું છે ‘‘જંગ તો ચંદ રોજ હોતી હૈ જીંદગી બરસો તલક રોતી હૈ’’ આ સત્ય મનુષ્યતા સમજશે ખરી ?
નવસારી           – ગુણવંત જોષી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top