ભરૂચ : (Surat) સુરત જેલમાં (Jail) બંધ નારાયણ સાંઈની (Narayan Sai) મુશ્કેલીમાં વધારો થયો છે. જામીન (Bail) મેળવવા માટે નારાયણ સાંઈએ માતાની સારવારનું (Treatment) બનાવટી સર્ટિફિકેટ (Certificate) કોર્ટમાં રજૂ કર્યું હોવાનું સામે આવ્યું છે. જો કે ગુજરાત હાઇકોર્ટના (Gujarat High court) ધ્યાન ઉપર આ વાત આવતા તપાસન (Inquiry) હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં આ સર્ટિફિકેટ બોગસ (Fake) હોવાનું બહાર આવ્યું હતું.
- નારાયણ સાઇએ જામીન મેળવવા માતા હોસ્પિટલમાં હોવાના બોગસ સર્ટિફિકેટ બનાવ્યા
- હાઇકોર્ટના આદેશથી ભરૂચના તત્કાલિન એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ તપાસ કરી
- તેમના રિપોર્ટના આધારે નારાયણ સાઇ ઉપર સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
સુરત જેલમાં બંધ જામીન મેળવવા માટે નારાયણ સાંઈએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેના માટે ડોક્ટરના લેટરપેડ પર તેની માતાએ હોસ્પિટલમાં સારવાર કરાવેલ હોવાનું ડોક્ટરનું સર્ટિફિકેટ ખોટી રીતે બનાવી જામીન મેળવવા માટે પ્રયત્ન કર્યો હતો. જે સર્ટિફિકેટ ખોટું હોવાનું હાઈકોર્ટના ધ્યાનમાં આવતા કોર્ટે ભરૂચ એસ.પી. મારફતે તપાસ કરવાનો હુકમ કર્યો હતો. જેમની તપાસમાં આ સર્ટિફિકેટ બનાવટી હોવાનું સામે આવ્યું હતું. જેમાં સુધારા વધારા કર્યા હોવાનો રિપોર્ટ ભરૂચ એસ.પી. કરતા હાઇકોર્ટે આ અંગે ગુનો દાખલ કરવા માટે હુકમ કર્યો હતો. જેના આધારે હાઇકોર્ટના ડેપ્યુટી રજીસ્ટરે ગુનો દાખલ કરાવ્યો છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
ભરૂચના (Bharuch) તત્કાલીન એસપી (SP) રાજેન્દ્રસિંહ ચુડાસમાની તપાસમાં જાણવા મળ્યું હતું કે નારાયણ સાંઈના સાથીદારે તેની માતા પામલેન્ડ હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર હોવાનું દર્શાવવા માટે બનાવટી આરોગ્ય પ્રમાણપત્રો બનાવ્યા હતા. જૂના પ્રમાણ પત્રોના આધારે આ બનાવટી પ્રમાણપત્ર બનાવવામાં આવ્યા હતાં. નારાયણ સાઇની માતા લક્ષ્મીદેવી ગંભીર છે તેવી છાપ ઊભી કરવા માટે કેટલાક ફરજ પર ડૉક્ટર દ્વારા અગાઉ આપવામાં આવેલા અસલ પ્રમાણપત્રમાં દાખલ કરવામાં આવી હતી.