Vadodara

સ્ટેટ વિજિલન્સની આબરૂના ધજાગરા બૂટલેગરો હુમલો કરી દારૂ છોડાવી ગયા

વડોદરા : સમા વિસ્તારની ઉર્મી સ્કુલની પાસે નવીનગરી ખાતે સમા પોલીસની રહેમનજર હાઠળ ચાલતા દારૂના ધંધા પર વિજિલન્સે દરોડા પાડ્યા હતા. જોકે તે દરોડા પુરે-પુરા નિષ્ફળ નિવડ્યા હતા. બૂટલેગરોએ સ્ટેટ વિજિલન્સ પર જીવલેણ હુમલો દારૂને છોડાવી ગયા હતા. ત્યારે આ બનાવમાં એક કોન્સ્ટબલને ઈજા પણ પહોંચી હોય તેમ જાણવા મળ્યુ હતું. નિર્લિપ્ત રાયે વિજિલન્સના વડા તરીકે ચાર્જ સંભાળતા જ તેઓની ટીમ માટે આ બનાવ સૌથી શરમજનક નિવડ્યો છે. જેમાં ટીમને બાતમી મળી હતી કે, સમા ઉર્મી સ્કુલ પાસેની નવીનગરી ખાતે ધીરજ પાંડી દારૂનો ધંધો કરે છે. જેના આધારે વીજીલન્સના પીએસઆઈ, બે કોન્સ્ટેબલ સહિત બે પંચોની સાથે દરોડા પાડ્યા હતા. જ્યાં સ્થળ પરથી દારૂ સહિત દિલીપ ડામોર મળી આવ્યો હતો.

જાણવા મળ્યા મુજબ વીજીલન્સ દિલીપને સ્થળ પર અન્ય દારૂ ક્યાં છે તેની પુછપરછ કરતા માર મારતી હતી. તે જોતા બુટલેગરો સહિત સ્થાનિકોએ વીજીલન્સની ટીમ પર જીવલેણ હુમલો કર્યો હતો અને ટીમે પકડેલો દારૂ પણ છોડાવી ગયા હતા. બનાવમાં એક કોન્સ્ટેબલને ઈજા પહોંચી હતી. આ ઉપરાંત વિજિલન્સ જે કારમાં આવી હતી તેના કાચ પણ ટોળાએ તોડી નાખ્યા હતા. જોકે સ્થાનિક રહિશો દ્વારા વિજિલન્સ પર પથ્થરમારો પણ કરાયો હતો. જેથી વિજિલન્સ ટીમે સ્થળ પરથી ભાગી જવુ પડ્યુ હતું. હાલ સમા પોલીસ મથકમાં ગુનો નોંધાવાની તજવીજ ચાલી રહી છે.
સમા પોલીસ સહિત PCB, DCB, SOG, LCBના આશિર્વાદથી બૂટલેગરો બેફામ
સમા વિસ્તારમા લાંબા સમયથી દેશી દારૂના અડ્ડા સહિત વિદેશી દારૂનો ધંધો ધમધમે છે. ત્યારે શહેરની સ્થાનિક પોલીસ તો ઠીક પરંતુ અન્ય કોઈ સ્કોર્ડને તેના વિશે કોઈ માહિતી ન મળે તે વાત ગળે ઉતારવી ઘણી અઘરી છે. ત્યારે હવે વિજિલન્સના દરોડા પડ્યા બાદ તેમજ તેઓ પર હુમલો થયા બાદ આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવમાં આવે છે કે કેમ? તે જોવાનું રહ્યું છે.

Most Popular

To Top