પ્રતિષ્ઠિત, તટસ્થ – સંસ્કારી અખબાર તરીકે ‘ગુજરાતમિત્ર’ની આગવી ઓળખ છે. દેશ-વિદેશના સમાચારો તથા પ્રાદેશિક-રાજકીય ઘટનાનું વિશ્લેષણ ખૂબ ઊંચું હોય છે, તેમાંયે તંત્રી લેખ, અગ્રલેખ, ચર્ચાપત્રોને વાંચવાવાળો વિશાળ વાચક વર્ગ છે, દરરોજ વર્તમાનપત્રની સાથે ‘ગુજરાતમિત્ર’ પૂર્તિઓનો રસથાળ પીરસે છે, જેને વાંચવા માટે લોકો આતુર હોય છે, જેમકે સોમવારની સત્સંગપૂર્તિ જે ધાર્મિક-સાંપ્રદાયિક બાબતોનો ચિતાર આપે છે, મંગળવારે આસપાસ ચોપાસ પૂર્તિ જે ‘ટાઉનટોક’ રૂપે જુદાં જુદાં ગામોની સમસ્યા અને પ્રગતિ ફોટા સહિત રજૂ કરે છે, બુધવારની દર્પણપૂર્તિ જેમાં ઘડાયેલા લેખકો – કોલમીસ્ટોના રસપ્રદ લેખો હોય છે, ગુરુવારની ‘શો ટાઇમ’ પૂર્તિમાં સિનેજગતની સાંપ્રત અને પુરાની યાદો હોય છે – શુક્રવારની સિટી-પલ્સ પૂર્તિમાં શહેરોની રચનાત્મક પ્રવૃત્તિ અને પેઢીનામું જૂની યાદ અપાવે છે, શનિવારની સન્નારીપૂર્તિ જે મહિલાઓ માટે ખૂબ રસપ્રદ હોય છે. રવિવારીય પૂર્તિના લેખો માહિતીસભર હોય છે. આમ અઠવાડિયાની વિવિધ પૂર્તિઓ તૈયાર કરવા પાછળ તંત્રીશ્રી – સંપાદકશ્રી – લેખકોની ખૂબ મહેનત હોય છે. વિશ્વસનીયતા – નીતિમૂલ્યોને જાળવી રાખ્યાં છે તે બદલ અભિનંદન.
તરસાડા – પ્રવીણસિંહ મહીડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
‘ગુજરાતમિત્ર’નો રસથાળ
By
Posted on