SURAT

મોદી સરકારની નોટબંધી હવે સુરતમાં રંગ લાવી, આ કામ માટે વ્હાઈટ મનીનું ચલણ વધ્યું

સુરતઃ (Surat) નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2016માં નોટ બંધી (Demonetization) લાગુ કરવામાં આવી હતી. તેમના આ નિર્ણયની ઘણા લોકો દ્વારા નિંદા થઈ રહી હતી. નોટ બંધીનો આ નિર્ણય હવે અસરકારક સાબિત થઈ રહ્યો હોય તેવું સુરત શહેરમાં નોંધાઈ રહેલા દસ્તાવેજોમાં વ્હાઈટની રકમનું વધતું ચલણ જોતાં કહી શકાય છે. સુરત શહેર ગુજરાત રાજ્યનું આર્થિક પાટનગર કહેવાય છે. સુરત શહેરમાં રેવન્યુની જેટલી આવક સરકારમાં જમા થાય છે તે અમદાવાદ કરતાં પણ વધારે હોય છે. પરંતુ ચાલુ વર્ષે દસ્તાવેજોની સંખ્યામાં મોટો ઘટાડો હોવા છતાં પણ આવકમાં ભારે વધારો નોંધાયો છે. આ બાબતે કેટલાક તથ્યોને ચકાસતા ધ્યાનમાં આવ્યું હતું કે દસ્તાવેજો ઘટવા છતાં આવક વધવાનું મુખ્ય કારણ લોકો દ્વારા જંત્રી કરતાં વધારે કિંમતના દસ્તાવેજ રજિસ્ટર્ડ કરાવી રહ્યા છે તે છે. તેમાં પણ ૭૦ ટકા રૂપિયા વ્હાઈટમાં ચૂકવવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે નોટ બંધી બાદ રિયલ એસ્ટેટની કમર ભાંગી પડી હતી. કારણ કે સૌથી વધારે બ્લેક મનીનો ઉપયોગ રિયલ એસ્ટેટમાં જ થતો હતો. નોટ બંધી બાદ આ બ્લેકમનીનું પ્રમાણ એકાએક ઘટી ગયું હતું. જેની અસર હવે પાંચ વર્ષ પછી જોવા મળી છે. દસ્તાવેજોની સંખ્યા ઘટવા છતાં રોકડ વધવાને કારણે સરકારની તિજોરીમાં આવક સતત વધી છે. આવનાર વર્ષોમાં તેની હજુ સારી અસર જોવા મળશે.

હાઈ વેલ્યૂના દસ્તાવેજ વધી ગયા છે
આ અંગે સિનિયર એડવોકેટ પ્રણવ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, શહેરમાં અગાઉ કરતા હાઈ વેલ્યૂના દસ્તાવેજની સંખ્યા વધી ગઈ છે. જંત્રી કરતાં વધારે કિંમતના દસ્તાવેજ થાય છે. 70 થી 80 લાખના દસ્તાવેજ થવા લાગ્યા છે. ઘણા લોકો લોન મેળવવા માટે પણ દસ્તાવેજ ઊંચી કિંમતે બનાવે છે. જેને કારણે વ્હાઈટ મનીનું ચલણ વધ્યું છે.

વર્ષ ૨૦૨૦-૨૧ માં ૮૬૯ કરોડ તો વર્ષ ૨૦૨૧-૨૨ માં ૯૮૮ કરોડની આવક
ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે આવકનો વધારો જોઈને પહેલી નજરે એવું લાગશે કે દસ્તાવેજોની સંખ્યામાં પણ મોટો વધારો થયો હશે. પરંતુ હકીકતમાં દસ્તાવેજોની સંખ્યા ઘટી છે. ગયા વર્ષ કરતા 6204 દસ્તાવેજો ઓછા નોંધાયા છે. સુરતની 18 સબ-રજિસ્ટ્રાર કચેરી થકી સરકારને આ વર્ષે 899 કરોડની આવક થઇ છે. જે ગયા વર્ષ કરતા ૩૦ કરોડ વધારે છે.

કતારગામમાં સૌથી વધુ અને ઉમરપાડામાં સૌથી ઓછા દસ્તાવેજોની નોંધણી
શહેરમાં વિસ્તરણ પામેલા વિસ્તારમાં વેસુ, પાલ, ડિંડોલી, ખરવાસા રોડ, પરવટ પાટિયા સહિતના વિસ્તાર આવે છે. તેમ છતાં આ વિસ્તારોમાં નહીં પણ કતારગામમાં સૌથી વધારે ૨૪૦૬૫ દસ્તાવેજોની નોંધણી ગયા વર્ષે થઈ છે. ત્યારબાદ સૌથી વધારે દસ્તાવેજ અઠવા અને ચોકબજાર સબરજીસ્ટ્રાર કચેરીમાં ૧૮૪૬૫ દસ્તાવેજ નોંધાયા છે. ત્યારબાદ કામરેજ સબ રજીસ્ટાર માં ૧૪૨૨૯, ઓલપાડમાં 12856 અને નવાગામમાં 11593 દસ્તાવેજોની નોંધણી થઈ છે. જ્યારે સૌથી ઓછા ઉમરપાડામાં 41 દસ્તાવેજની નોંધણી થઈ છે.

  • સબરજીસ્ટ્રારમાં દસ્તાવેજ નોંધણી
  • સબરજીસ્ટ્રાર દસ્તાવેજ
  • બારડોલી ૪૧૨૩
  • રાંદેર ૮૫૩
  • અલ્થાન ૮૧૫૮
  • હજીરા ૫૭૫૭
  • નાનપુરા ૬૧૬૮
  • ઉમરપાડા ૪૧
  • કતારગામ ૨૪૦૬૫
  • પલસાણા ૯૯૨૦
  • નવાગામ ૧૧૫૯૩
  • માંડવી ૧૦૦૭
  • માંગરોલ ૬૧૦૨
  • ઉધના ૧૩૩૩૮
  • કામરેજ ૧૪૨૨૯
  • કુંભારિયા ૫૭૦૦
  • ચોર્યાસી ૪૧૫
  • અઠવા, ચોક ૧૮૪૬૫
  • મહુવા ૪૮૭
  • ઓલપાડ ૧૨૮૫૬

Most Popular

To Top