મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં (Maharashtra) લાઉડસ્પીકરનો (Loudspeaker) વિવાદ વધી રહ્યો છે. રાજ ઠાકરેની (Raj Thackeray) મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ રામ નવમીના અવસર પર શિવસેના ભવનની બહાર લાઉડસ્પીકર લગાવીને હનુમાન ચાલીસાનો (Hanuman Chalisa) પાઠ કર્યો. આ સાથે જોડાયેલી કેટલીક તસવીરો પણ સામે આવી છે. જે બાદ શિવસેના ભવન બહાર પોલીસકર્મીઓની સંખ્યા વધારી દેવામાં આવી છે. જણાવી દઈએ કે MNS ચીફ રાજ ઠાકરેએ થોડા દિવસો પહેલા ચેતવણી આપી હતી કે મસ્જિદોની બહારથી લાઉડસ્પીકર હટાવી દેવામાં આવે, નહીં તો તેઓ મસ્જિદની સામે હનુમાન ચાલીસા વગાડશે. જે બાદ શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કાયદાનું શાસન ચાલશે.
જાણો રાજ ઠાકરેએ શું કહ્યું
એક સભાને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું કે હું નમાઝની વિરુદ્ધ નથી, પરંતુ સરકારે મસ્જિદના લાઉડસ્પીકર હટાવવા અંગે નિર્ણય લેવો જોઈએ. હું માત્ર એક ચેતવણી આપું છું. લાઉડ સ્પીકર હટાવો નહિતર મસ્જિદની સામે લાઉડ સ્પીકર મુકો અને હનુમાન ચાલીસા વગાડો. તેમણે કહ્યું કે મને એ જોઈને આનંદ થાય છે કે ઉત્તર પ્રદેશ પ્રગતિ કરી રહ્યું છે. અમે મહારાષ્ટ્રમાં પણ એવો જ વિકાસ ઈચ્છીએ છીએ. હું અયોધ્યા જઈશ, પણ આજે નહીં કહું ક્યારે, હિન્દુત્વની પણ વાત કરીશ. મને મારા ધર્મ પર ગર્વ છે.
મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ ચેતવણી આપી હતી
રાજ ઠાકરેએ લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવાની જાહેરાત કર્યા પછી, MNS કાર્યકર્તાઓએ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં તેમજ નાસિકમાં હનુમાન ચાલીસા વગાડવાનું શરૂ કર્યું. આ મુદ્દે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલે ચેતવણી આપી હતી કે જો સમાજમાં તણાવ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
શું છે સમગ્ર વિવાદ
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ MNS કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે રાજ ઠાકરેએ મહારાષ્ટ્રની મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગ કરી હતી. રાજ ઠાકરેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો પોલીસ અને વહીવટીતંત્ર જલ્દીથી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવે નહીં.
ત્યારપછી મસ્જિદોની સામે મોટા અવાજમાં હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.