કિવ: રશિયન સેનાએ યુક્રેનના રેલ્વે સ્ટેશન પર જોરદાર મિસાઇલ હુમલો કર્યો છે. જેમાં 30થી વધુ નાગરિકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે 100 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલાને કારણે આખા રેલ્વે સ્ટેશનમાં દરેક જગ્યાએ માત્ર લાશ જ દેખાય છે.
- રશિયાએ યુક્રેનના એક રેલવે સ્ટેશન પર ભયાનક હુમલાની મિસાઈલ છોડી
- હુમલામાં 30 લોકોના મોત, 100 લોકો ઘાયલ
- હુમલાને કારણે રેલવે સ્ટેશન લાશો અને વિખરાયેલો સામાન દેખાયો
રશિયા દ્વારા યુક્રેનના રેલવે સ્ટેશન પર આજે કરવામાં આવેલા ભયાનક મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા છે અને 100 અન્ય ઘાયલ થયા છે. રશિયન હુમલાને કારણે રેલવે સ્ટેશન પર દરેક જગ્યાએ માત્ર લાશો અને મુસાફરોનો સામાન જ દેખાય છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. આ લોકોને દેશના સુરક્ષિત સ્થળો પર લઈ જવામાં આવી રહ્યા હતા જે દરમિયાન મિસાઈલ હુમલો થયો હતો.
લોકોનાં સ્થળાંતર દરમિયાન થયો હુમલો
હુમલા બાદ સ્થળ પર આગ ફાટી નીકળી હતી અને ધુમાડો દેખાતો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ક્રેમેટોર્સ્ક રેલવે સ્ટેશન પર રશિયા તરફથી બે હુમલા કરવામાં આવ્યા હતા. જે સમયે આ હુમલો થયો તે સમયે સ્ટેશન પર હજારો લોકો હાજર હતા. રશિયાએ પોતાનું ધ્યાન પૂર્વી યુક્રેન પર કેન્દ્રિત કર્યું છે અને તેને જોતા લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. રશિયાએ હજુ સુધી નાગરિકોના જાનહાનિની પુષ્ટિ કરી નથી.
રશિયન દળો ઉત્તરી યુક્રેનથી સંપૂર્ણપણે હટી ગયા
બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે જાહેરાત કરી છે કે રશિયન દળો ઉત્તરી યુક્રેનથી સંપૂર્ણપણે બેલારુસ અને રશિયા તરફ પાછા હટી ગયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, “આમાંથી દળોને ડોનબાસમાં લડવા માટે પૂર્વીય યુક્રેનમાં સ્થાનાંતરિત કરવામાં આવશે, જેમાં ડનિટ્સ્ક અને લુહાન્સ્કના અલગતાવાદી વિસ્તારોનો સમાવેશ થાય છે.” આમાંના ઘણા દળોને પૂર્વમાં તૈનાત કરતા પહેલા તૈયાર રહેવું પડશે.