Sports

લખનઉએ દિલ્હીને 6 વિકેટે હરાવ્યું

નવી મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આજે અહીં રમાયેલી 15મી લીગ મેચમાં (Match) પૃથ્વી શોની આક્રમક 61 રનની ઇનિંગ અને ઋષભ પંત તેમજ સરફરાઝ ખાન વચ્ચેની 75 રનની નોટઆઉટ (Not Out) ભાગીદારીની મદદથી દિલ્હી કેપિટલ્સે મુકેલા 150 રનના લક્ષ્યાંકને લખનઉ સુપર જાયન્ટ્સે ક્વિન્ટન ડિ કોકની 80 રનની ઇનિંગ અને આયૂષ બદોનીના 3 બોલમાં 10 રનની મદદથી અંતિમ ઓવરમાં ચોથા બોલે 4 વિકેટના ભોગે કબજે કરીને મેચ છ વિકેટે જીતી (Win) હતી.

  • પૃથ્વીની આક્રમક 61 રનની ઇનિંગ અને પંત તેમજ સરફરાઝની 75 રનની નોટઆઉટ ભાગીદારીથી દિલ્હી કેપિટલ્સે 3 વિકેટે 149 રન કર્યા
  • ક્વિન્ટન ડિ કોકની 80 રનની ઇનિંગ પછી અંતિમ ઓવરમાં બદોનીએ એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકારીને પોતાની ટીમને જીત અપાવી

લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લખનઉ સુપર જાયન્ટસને કેએલ રાહુલ અને ક્વિન્ટન ડિ કોકની જોડીએ 73 રનની ભાગીદારી કરીને સારી શરૂઆત અપાવી હતી. આ સ્કોર પર રાહુલ 24 રન કરીને આઉટ થયો હતો અને થોડી વાર પછી એવિન લુઇસ પણ માત્ર 5 રન કરીને આઉટ થયો હતો. ડિ કોક 52 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 80 રન કરીને આઉટ થયો ત્યારે લખનઉનો સ્કોર 3 વિકેટે 122 રન હતો. તે પછી હુડા અંતિમ ઓવરના પહેલા બોલે આઉટ થયા પછી પાંચ બોલમાં પાંચ બોલ કરવાના હતા ત્યારે બદોનીએ એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકારીને પોતાની ટીમને જીતાડી હતી.
લખનઉ સુપર જાયન્ટસે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી દાવ લેવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સ વતી પૃથ્વી શોએ આક્રમક બેટીંગ કરી હતી. તેણે આ સિઝનમાં દિલ્હી સાથે જોડાયેલા અને પહેલી મેચ રમી રહેલા ડેવિડ વોર્નર સાથે મળીને 67 રનની ભાગીદારી કરી હતી, જેમાંથી 61 રન પૃથ્વીના હતા. તે 34 બોલમાં 2 છગ્ગા અને 9 ચોગ્ગા સાથેની ઇનિંગ રમીને આઉટ થયો હતો. જ્યારે વોર્નર માત્ર 4 રન કરીને આઉટ થયો હતો. દિલ્હીએ 74 રનના કુલ સ્કોર પર ત્રીજી વિકેટ રોવમેન પોવેલની ગુમાવી હતી. લખનઉના બોલરોએ કસેલા ગાળિયાના કારણે પંત તેની સ્વાભાવિક રમત રમી શક્યો નહોતો અને તે 36 બોલમાં 39 જ્યારે સરફરાઝ 28 બોલમાં 36 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.

Most Popular

To Top