ભારતના એક ભાગમાં 12 મા ધોરણનું ઈંગ્લીશનું પેપર ફૂટી ગયું અને પરીક્ષા રદ થઈ ગઈ. લગભગ 24 જિલ્લામાં આ તો કેટલું અંધેર કહેવાય! ઘણાં રાજ્યોમાં આવું થઈ રહ્યું છે. પરીક્ષાની તો કોઈ વેલ્યુ જ રહી નથી. ચાલુ પરીક્ષાએ આવું?! બાળકો પર કેટલી અસર થાય છે. આખું વર્ષ મહેનત કરે અને આમ અચાનક પરીક્ષા રદ થઈ જાય કેટલું ભૂલભરેલું કહેવાય. લાલિયાવાડી ચાલે ત્યાં સુધી ચાલી જાય છે. આ તો ત્યાંના મુ.મંત્રી સ્ટ્રીક એટલે પરીક્ષા જ રદ કરી દીધી. શિક્ષણ જગતમાં કે અન્ય જગતમાં પૈસા આપો અને સારું પરિણામ મેળવો. આ એક રીત થઈ ગઈ છે. આ સાવ ખરાબ રીત છે. લોભને થોભ નથી તે આનું નામ. આ શિક્ષણ કે કોઈ પણ સંસ્થા માટે સારું તો ન જ કહેવાય. જે વર્ષોથી મહેનત કરે છે તે જ સમજે છે કે આમાં સખત પરિશ્રમ રહેલો છે.
સુરત – જયા રાણા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પરીક્ષાનું તંત્ર આવું કેવું?
By
Posted on