દુનિયા આજે જેટલી છે એટલી સુંદર કયારેય ન હતી અને આવનારા સમયમાં એ વધુ ને વધુ સારી થતી જ જશે.દુનિયામાં આ સુંદરતા લાવનાર જો કોઈ છે તો તે શિક્ષકો,ગુરુજનો,બુદ્ધિજીવીઓ,વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ સાહસિકો છે.જેમણે સમસ્યાઓ પર નહીં પરંતુ સમાધાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને એક પછી એક મહત્ત્વની શોધ કરતાં ગયા.આજે વિજ્ઞાનના કારણે હજારો પ્રકારની અંધશ્રદ્ધા અને બીમારીઓથી કાયમી છુટકારો મેળવી શકાયો છે.ટેકનોલોજીના વિકાસથી આજે દુનિયામાં ગમે ત્યાં કોઇ કુદરતી કે માનવસર્જીત આફત આવે ત્યારે સમગ્ર દુનિયાના લોકો મદદ માટે એક થઈ જાય છે.ડીજીટલાઈઝેશનથી કેટલાય પ્રકારની લાઈનમાં ઊભા રહેવાથી છુટકારો મળ્યો અને કિંમતી સમયને બચાવવામાં સફળતા મળી છે.હવે ફકત ખોટા ઉપદેશકો અને ખોટા નેતાઓથી છુટકારો મળે તેવી એક શોધ થઈ જાય એટલે સોનામાં સુંગધ ભળે.આ પ્રોજેકટ ઉપર કામ શરૂ છે.
સુરત – કિશોર પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દુનિયા ઘણી સુંદર છે
By
Posted on