Charchapatra

દરિદ્રતાને સમૃધ્ધિ માનવાની ભૂલ

 ‘લાઇવ વાયર’માં પ્રશાંત દયાળે આપણે દરિદ્રતાને સમૃધ્ધિ માની લેવાની ભૂલ કરી કેટલું ગુમાવ્યુ છે. જણાવતાં જે પંચાવન પછીની પેઢીએ જે જીવનની મોજ માણી હતી તેનું યથાર્થ વર્ણન કર્યું છે તે વાંચી ખરેખર હૈયું ગદ્ગદ થઇ ઊઠયું. સફળતા અને સુખ તથા સાચુકલો આનંદ કોને કહેવાય એ તો જેણે માણ્યો હોય તે જ જાણી શકે. આજની તોલે સાધનોનો અભાવ પણ જીવનનો અનેરો આનંદ તો આજની સમૃધ્ધિ અને સાધનોના સુખમાં પણ પ્રાપ્ત થઇ શકતો નથી. આથી જ વર્તમાન મનુષ્યો તન મનની તંદુરસ્તી ધન હોવા છતાં ગુમાવી રહ્યાં છે. હાથમાં ઘડિયાળ, પગમાં ચંપલ નહોતી, સાયકલનાં રીંગ – ટાયરના ચક્ર લઇ દોડવું, મેદાનની ખબર જ ન હતી. મિત્ર કયા ધર્મ – જાતિનો છે તેની ખબર ના હતી. વેકેશન એટલે મામાનું ઘર, દાદા-દાદી વહાલ સાથે સંસ્કાર ઘડતી વાર્તા ડબ્બામાં માત્ર રોટલી શાક એકલા ખવાય નહિ, વહેંચીને ખાવાની સમજ કયાંથી આવી કોણ જાણે કંઇક ખોટું થઇ જાય તો, મમ્મીના તારા પપ્પાને આવવા દે એટલા શબ્દો પૂરતા. લેખકની આજની દરિદ્રતાને સમૃધ્ધિ સમજી ઘણુંબધું ગુમાવવાની ભૂલ કરી છે વાતમાં તથ્ય છે.
નવસારી – ગુણવંત જોષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top