રાજેશ ખન્ના સુપરસ્ટાર હતા ત્યારે તેમની ફિલ્મોમાં મુખ્યત્વે ત્રણ સંગીતકારે સહુથી વધુ વાર સંગીત આપ્યું. કલ્યાણજી આણંદજી, લક્ષમીકાંત પ્યારેલાલ અને રાહુલદેવ બર્મન. ‘રાઝ’, ‘બંધન’, ‘સચ્ચાજૂઠા’, ‘મર્યાદા’, ‘સફર’, ‘માલિક’, ‘જોરુ કા ગુલામ’, ‘છોટી બહુ’ જેવી રાજેશ ખન્નાની ફિલ્મોમાં કલ્યાણજી આણંદજી છે તો લક્ષમીકાંત પ્યારેલાલે રાજેશ ખન્ના અભિનીત 26 ફિલ્મોમાં સંગીત આપ્યું. તેમાં તમે ‘દો રાસ્તે’, ‘દાગ’, ‘રોટી’, ‘પ્રેમ કહાની’, ‘આન મીલો સજના’, ‘દુશ્મન’, ‘હાથી મેરે સાથી’, ‘મહેબૂબ કી મહેંદી’, ‘રોટી’, ‘અનુરોધ’, ‘આક્રમણ’, ‘છૈલાબાબુ’, ‘પલકો કી છાંવ મેં’, ‘અમરદીપ’, ‘ચક્રવ્યૂહ’, ‘પ્રેમ બંધન’, ‘બંદીશ’, ‘ફીફટી ફીફટી’, ‘રાજપૂત’, ‘જાનવર’, ‘અવતાર’, ‘આશા જયોતિ’, ‘બાયે હાથ કો ખેલ’, ‘અમ્રીત’ અને ‘નજરાના’ના ગીત-સંગીતને યાદ કરી શકો.
તો રાજેશ ખન્ના આર.ડી. બર્મનને તમે ‘બારો કે સપને’, ‘કટી પતંગ’, ‘અમરપ્રેમ’, ‘શહેજાદા’, ‘મેરે જીવનસાથી’, ‘અપના દેશ’, ‘રાજારાની’, ‘નમક હરામ’, ‘હમશકલ’, ‘આપ કી કસમ’, ‘અજનબી’, ‘મહાચોર’, ‘બંડલબાજ’, ‘મહેબૂબા’, ‘કર્મ’, ‘ચલતા પૂર્જા’, ‘ભોલાભાલા’, ‘નૌકરી’, ‘બેબસ’, ‘રેડરોઝ’, ‘ફીર વોહી રાત’, ‘આંચલ’, ‘ભરોસા’, ‘દુશ્મન દોસ્ત’, ‘કુદરત’, ‘અશાંતિ’, ‘અગર તુમ ના હોતે’, ‘આવાઝ’, ‘હમદોનો’, ‘આરપાર’, ‘ઊંચે લોગ’, ‘આવારા બાપ’, ‘વાપસી’ સહિતની 32 ફિલ્મોમાં સાથે જોઇ શકો.
રાજેશ ખન્નાને રાહુલદેવ બર્મન સાથે ‘આરાધના’થી જ નાતો બંધાઇ ગયેલો અને ‘આરાધના’ શકિત સામંતની ફિલ્મ હતી. શકિતદાએ સચિનદા પછી આર.ડી.નો આગ્રહ રાખેલો. ‘કટી પતંગ’, ‘અમરપ્રેમ’, ‘અજનબી’, ‘મહેબૂબા’ ફિલ્મમાં આ ત્રણની જોડી છે. રાજેશ ખન્ના હંમેશા તેમના આ ત્રણ સંગીતકારનો ફિલ્મ મુજબ આગ્રહ રાખતા. ‘મેરે જીવન સાથી’ની પટકથા નબળી હતી તો દિગ્દર્શક રવિકાંત નગાઇચને તેમણે આર.ડી. બર્મનને સંગીત માટે લેવા આગ્રહ કર્યો અને એ ફિલ્મ સંગીત અને રાજેશ ખન્નાના કોમ્બિનેશનને કારણે સુપરહીટ ગઇ. ઋષિકેશ મુખરજીની ‘નકલહરામ’ સફળ જવાના કારણમાં આ.ડી.નું સંગીત પણ છે. કિશોરકુમારનાં એ ઉત્તમ વર્ષો હતા અને તે તમને રાજેશ ખન્નાના ઉત્તમ વર્ષોમાં ભળી ગયેલા જણાશે. જે. ઓમપ્રકાશે ‘રાજારાની’ (નિર્માતા તરીકે) બનાવીયા ‘આપકી કસમ’ બનાવી તો તેમાં આર.ડી.નું સંગીત છે.રાજેશ ખન્નાની સફળતામાં તમે આર.ડી. બર્મનના સંગીતનુન મહત્વ જોઇ શકશો. કલ્યાણજી આણંદજી, લક્ષમીકાંત પ્યારેલાલનું સ્થાન અલગ રાખીએ તેમ આર.ડી. રાજેશ ખન્નાનું રાખી શકો.
આર.ડી. બર્મને રાજેશ ખન્ના માટે સ્વરબધ્ધ કરેલા કેટલાંક યાદગાર ગીતો
પ્યાર દીવાના હોતા હૈ- કટી પતંગ
યે શામ મસ્તાની- કટી પતંગ
યે જો મહોબ્બત હૈ- કટી પતંગ
ઓ મેરે દિલ કે ચૈન- મેરે જીવનસાથી
દીવાના લેકે આયા હૈ- મેરે જીવન સાથી
મેં એક ચોર તું મેરી રાની- રાજા રાની
ઝિંદગી કે સફર મેં ગુજર જાતે હે- આપ કી કસમ
જય જય શીવ શંકર- આપ કી કસમ
કરવતેં બદલતે રહે સારી રાત હમ- આપ કી કસમ
ચિંગારી કોઇ ભડકે- અમર પ્રેમ
કુછ તો લોગ કહેંગે- અમર પ્રેમ
દુનિયા મેં લોગો કો ધોકા કભી હો જાતા હે- અપના દેશ
મેં શાયર બદનામ- નમક હરામ
નદીયાં સે દરિયા- નમક હરામ
ભીગી ભીગી રાતો મેં- અજનબી
એક અજનબી હસીનાએ- અજનબી
મેરે નૈના સાવન ભાદો- મહેબૂબા
હમેં તુમ સે પ્યાર કિતના- કુદરત
હમેં ઔર જીને કી ચાહત ન હોતી- અગર તુમ ન હોતે