Business

એમટીવીથી વૅબટીવી સુધીનું દિવ્યાનું દિવ્ય સફર

દિવ્યા અગ્રવાલે થોડા દિવસ પહેલાં ‘અભય-3’ના શૂટિંગના અનુભવ વર્ણવતા પોતાના એ દૃશ્યોની વાત કરી હતી કે જે પાણીની અંદર ભજવવા પડયા છે. તે કહે છે કે મારા માટે આ દૃશ્યો હંમેશ યાદગાર બની ગયા છે કારણ કે તે ભજવવા ખૂબ મુશ્કેલ હતા. તે અને તનુજ વિરવાણી પાણીમાન 15 ફૂટ ઊંડે દૃશ્યો ફિલ્માવતા હોય તો સાચે જ તે મુશ્કેલ જ હોય. હવે ‘અભય-3’ રજૂ થતી હોય ત્યારે તે આ દૃશ્યોને યાદ કરે છે. સિરીઝ જયારે ક્રાઇમ થ્રીલર હોય તો આવા દૃશ્યો વધારે થ્રીલ ઉમેરી શકે. તનુજ સાથે તે આ પહેલાં ‘કાર્ટેલ’માં આવી ચુકી છે.

દિવ્યા અગ્રવાલ ‘એમટીવી િસ્પ્લીટ્‌વીલા 10’માન રનર અપ રહી ત્યારથી એક ઓળખ બનાવી છે અને ‘રાગિણી એમએમએસ: રિટર્ન્સ 2’ જેવા હોરર વેબ શોએ તેને લોકપ્રિય બનાવી. તે કરણ જોહરે હોસ્ટ કરેલા ‘બિગબોસ’ ડિજીટલ શોમાં પણ ભાગ લઇ ચુકી છે. બાકી પત્રકારત્વમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવતી દિવ્યા ટેરેન્સ લુઇસ ડાન્સ એકેડમીમાં ડાન્સ શીખ્યા પછી અભિનય તરફ વળી છે. ઘણી સૌંદર્ય સ્પર્ધા જીતનાર દિવ્યાએ ‘ટ્રાવેલ વિથ એ ગોટ’ જેવા આંતરરાષ્ટ્રીય પ્રોજેકટમાં ભાગ લઇ શરૂાત કરી પછી ‘રોડીઝ રીયલ હીરોસ’માં પણ ભાગ લીધેલો. મૂળ તે પોતાની સાથે અખતરા કરતી રહી છે. માત્ર અભિનય નહીં અનેક પ્રકારના રિયાલિટી શોમાં પણ તેને મઝા આવે છે.

છેલ્લા સાડા ત્રણ વર્ષથી તે વેબ સિરીઝમાં કામ કરીને ચર્ચામાં આવી છે. ‘પંચબીટ’માં તો તેણે નાની જ ભૂમિકા ભજવેલી પણ એકતા કપૂરે તેને ‘રાગિણી એમએમએસ રિટર્ન્સ’માં લીધા જેમાં તેની સાથે સની લિઓન, રક્ષંદા ખાન પણ હતા. દિવ્યા તો રાગિણીની ભૂમિકામાં હતી. એકતા કપૂરને લાગ્યું કે દિવ્યાને રિપીટ કરવા જેવી છે એટલે ‘કાર્ટેલ’માં સુપ્રિયા પાઠક, તનુજ વિરવાણી, ઋત્વિક ધનજાની સાથે ફરી તક આપી. હવે ‘અભય’ તેના માટે ખાસ છે. દિવ્યા અગ્રવાલ મ્યુઝિક વિડીયોમાં નિરંતર કામ કરતી રહી છે અને 13 જેટલા મ્યુઝિક વિડીયોનું સૌંદર્ય તેણે વધાર્યું છે. જે કામ પૈસા આપે તેના માટે ના શું કામ પાડવી? કરવાનો તો અભિનય જ છે. તેનો ‘ફિતરત’ મ્યુઝિક વિડીયો ખૂબ લોકપ્રિય પણ બન્યો છે. ગયા વર્ષે ‘કોઇ શહેરીબાબુ દિલ લહેરીબાબુ’માં તેની દેશી સ્ટાઇલ પર પણઘણા મોહી પડેલા. તે બ્યુટીફૂલ છે, ડાન્સર છે ને એકટ્રેસ છે એટલે પાછી પડે તેમ નથી.

Most Popular

To Top