લાગે છે કે સાઉથનો ફિલ્મોદ્યોગ હુમલાખોર થઈ ગયો છે. ‘પુષ્પા:ધ રાઈઝ’ પછી ‘રાધેશ્યામ’, પછી ‘આર.આર.આર.’ અને હવે ‘કે.જી.એફ:ચેપ્ટર 2’ રજૂ થઇ રહી છે.આ ફિલ્મ પણ તેલુગુ, તમિલ, મલયાલમ સાથે હિન્દીમાં રજૂ થશે. સાઉથવાળા હવે હિન્દી ફિલ્મ સ્ટાર્સનું કોમ્બિનેશન કરે છે. ‘આર.આર.આર.’માં આલિયા ભટ્ટને અજય દેવગણ શામિલ હતા તો ‘કે.જી.એફ: ચેપ્ટર 2’ સંજય દત્ત, રવિના ટંડન પણ છે. હિન્દીના પ્રેક્ષકો જો કે હવે જાણીતા સ્ટાર હોય તો જ ફિલ્મ જોવા જાયએવું નથી એટલે આ ફિલ્મનો હીરો કોણ છે તે વાતનો બહુ ફરક પડતો નથી. સંજયદત્તનો ચાહકવર્ગ હજુ પણ મોટો છે એટલે તેના અધીરાના પાત્રને લોકો પસંદ કરશે અને રવિના ટંડન વડાપ્રધાનની ભૂમિકામાં છે. આ ફિલ્મ 23 ઓકટોબર 2020માં રજૂ થવાની હતી પછી 16 જુલાઈ 2021ની તારીખ પમ જાહેર કરાયેલી અને હવે 14 એપ્રિલે રજૂ થઈ રહી છે.
આ ફિલ્મનું માર્કેટિંગ જૂદી રીતે થયું છે. સાઉથના રાજ્યોમાં યશ અને શ્રીનિધી શેટ્ટી જેવા સ્ટાર્સને આગળ કરવામાં આવે છે જયારે હિન્દીમાં સંજયદત્ત, રવિના ટંડનને. આ ફિલ્મનો હીરો પણ અલ્લુ અર્જુનની જેમ દાઢીવાળો જ છે. યશ નામના આ હીરોએ આ ફિલ્મના પોતાના ડાયલોગ પોતે જ લખ્યા છે. ખેર, આ ફિલ્મની પબ્લિસિટીનો પ્લાન કરણ જોહરે કર્યો છે. યશે આ ફિલ્મ વિશે ખૂલાસો કર્યો છે કે આપણે ભારતીય છે તો ભારતીયફિલ્મોદ્યોગ તરીકે જ સ્વીકારો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ પશ્ચિમના ભેદ તો ફકત દિગ્દર્શન પૂરતા છે. યશનું ખરું નામ નવીનકુમાર ગોવડા છે અને તે મુખ્યત્વે કન્નડ ફિલ્મોમાં કામ કરે છે. કન્નડ ફિલ્મોદ્યોગમાં તેની ફી સહુથી વધારે હોય છે. તેની મોહાલસલા, ‘રાજધાની’, ‘કિરાટકા,’ ‘ડ્રામા’, ‘ગુગલી’, ‘રાજા હુલી’, ‘ગજકેસરી’, ‘મિ.એન્ડ મિસીસ રામચારી,’ ‘માસ્ટરપીસ’, ‘સાંથુ સ્ટ્રેટ ફોરવર્ડ’ અને ‘કે.જી.એફ: ચેપ્ટર1’ અત્યંત સફળ ફિલ્મો છે. યશ તેની ‘મિ એન્ડ મિસીસ રમાચારી’ને હીરોઇન રાધિકા પંડિતને પરણી ચુકયો છે.ઘણા માને છે કે યશની ‘કે.જી.એફ: ચેપ્ટર 2’ ખૂબ સફળ જાય એવી છે.