Dakshin Gujarat

‘અમે ચીખલી પોલીસ સ્ટેશનમાંથી આવ્યા છીએ’ કહી ચીટર ગેંગે લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા

ધેજ: ચીખલી (Chikhli) નજીકમાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ ચીટર ખાખી કપડાં પહેરી પોલીસ-હોમગાર્ડના (Police-Homeguard નામ લઇ રામનવમી તેમજ માતાજીના આઠમના નામે ફાળો ઉઘરાવી પલાયન થઇ જતા ચકચાર મચી જવા પામી છે.

ચીખલી નજીક આવેલા સાદકપોર ત્રીજા માઈલ વિસ્તારમાં તેમજ ખૂંધ વિસ્તારમાં આવેલી દુકાનો તેમજ લારી ગલ્લા વાળા પાસે ત્રણેક ઈસમો જઇ કેટલીક જગ્યાએ ‘અમે ચીખલી પોલીસ સ્ટેશનમાંથી આવ્યા છીએ તો કેટલીક જગ્યાએ હોમગાર્ડ છીએ’ આવી ખોટી ઓળખ આપી ધંધા-રોજગાર કરનારને રામનવમીની ઉજવણી તેમજ કેટલીક જગ્યાએ માતાજીના ચૌત્રી નવરાત્રીના આઠમની ઉજવણી કરવાના નામે ફાળો ઉઘરાવી સારી એવી રકમ ઉસેટી ગયા હતા. જે બનાવની જાણ ચીખલી વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોને થતા ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરતા જે વ્યક્તિ કોઈ પોલીસ કે હોમગાર્ડના માણસો ન હતા.

ચીટરો સીસીટીવી કેમેરાથી બચી કરામત કરી ગયા
ચીટરો હોવાનું જણાયું હતું. ચીટરોએ પાકી દુકાન કે સીસીટીવી કેમેરાવાળા સ્થળોએ ન જઇ ફક્ત કાચા કેબીનો કે સીસીટીવી વિનાની દુકાનોને શિકાર બનાવી હતી. ઉપરોક્ત ત્રણ પૈકી એક વ્યક્તિએ પોલીસની માફક ખાખી યુનિફોર્મમાં હોવાથી શરૂઆતમાં ભોગ બનનારાઓએ પોલીસ કે હોમગાર્ડ હોવાનું માની લીધું હતું. પરંતુ ચીખલી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાએ જાગૃતતા દાખવતા જે વ્યક્તિઓ ચીટર ગેંગ હોવાનું અને જેનો ભોગ લોકો બન્યા હોવાનું જણાતા ચકચાર મચી જવા પામી છે. ચીટરની શોધખોળ કરવા છતાં જેઓ છુમતર થી જવામાં સફળ થયા.

પલસાણાના કારેલીથી ચોરીની બાઇક સાથે બે ઝડપાયા
પલસાણા: પલસાણા તાલુકાનાં કારેલી ગામે આવેલ એક સોસાયટીના પાર્કિંગમાંથી મોટરસાઇકલની ચોરી કરનાર બે શખ્સને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. બાઇકની ચોરી કર્યા બાદ આ બંને શખ્સ બાઇક ઉપર કારેલી વિસ્તારમાં ફરી રહ્યા હતા. પોલીસે પકડાયેલા બંને શખ્સો પાસેથી બાઇક, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. 36 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગત તા.30 માર્ચના રોજ રાત્રિના સમયે પલસાણાના કારેલી ગામે આવેલા આરાધના સ્કાય પાર્ક-1 નજીક પાર્કિંગમાંથી અજાણ્યા તસ્કરો બાઇક નં.(જીજે-05-એનઇ-3315)ની ચોરી કરી ભાગી ગયા હતા. જે અંગે મોટરસાઇકલના માલિક અરુણ મિશ્રાએ પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાદ મંગળવારે સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કારેલીથી બાઇકની ચોરી કરનાર બંને શખ્સ કારેલી વિસ્તારમાં બાઇક ઉપર ફરી રહ્યા છે.

જે હકીકતના આધારે એલસીબી પોલીસે કારેલી ગામે પહોંચી તુલસી મિલ નજીકથી ચોરીની બાઇક સાથે અનિલકુમાર ભાગીરથ યાદવ (રહે., કારેલી, યસ્વી સોસાયટી, તા-પલસાણા, મૂળ રહે., બનચાચર, જિ-સાહડોલ, એમ.પી.) તથા રંજીત ઉર્ફે રણજીત સીયારામ વર્મા (રહે., કારેલી, યસ્વી સોસાયટી, તા.પલસાણા, મૂળ રહે.,ખેરાગોરવારી, જિ.પ્રતાપગઢ, યુ.પી.)ને ઝડપી પડ્યા હતા. પોલીસે બાઇક, એક મોબાઈલ ફોન તેમજ રોકડા 1 હજાર મળી કુલ રૂ.36 હજારનો મુદ્દામાલ કબજે કરી આ બંને આરોપીનો કબજો પલસાણા પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top