Business

પ્રગટ ભયો ભૂિમ પર ભાર હરી

यदा यदाहि धर्मस्य  ग्लानिर्भवति भारत:।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सुजाभ्यहम ।। 
જયારે જયાં અને જયારે ધર્મનું પતન થાય છે અને ધર્મનું ભારે વર્ચચ્વ જામે છે તે વખતે  હું સ્વયંમ્ પ્રગટ થાઉં છંુ.
परित्राळाय  साधूनां िवनशाय च दुष्कताम्।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ।।
ભક્તોનો ઉદ્વાર કરવા અને દુષ્ટોનો વિનશા કરવા તથા ધર્મના િસદ્ધાંતોની પુન:સ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થાઉં છું.                     (ભગવદગીતા 4/8) વૈકુંઠના દ્વારપાલો જય અને િવજયને શ્રાપમાંથી મુિક્ત આપવા ભગવાન શ્રી નારાયણ હરિ દરેક યુગમાં અવતાર ધારણ કરે છે. શાસ્ત્રો પ્રમણે ચાર યુગો છે. જેમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ. ત્રેતાયુગમાં રાવણ અને કુંભકર્ણ જેવા મહાશક્તિશાળી અસુરોનો આંતક વધી રહ્યો હતો. ઋષિમુનીઓ સાધુસંતોઓને અિતભારે રંજાડ પામતા હતા. તે સમયે ધરતીમાતાએ પોતાના પરના પાપનો ભાર હળવો કરવા દેવતાઓને વિનંતી કરી. આથી દેવતાઓએ ભગવાન શ્રીહરિની પ્રાર્થના કરી. અને ભગવાને વચન આપ્યું કે હું સ્વયંમ્ પૃથ્વી પર માનવરૂપમાં અવતાર ધારણ કરી પાપીઓનો નાશ કરીશ અને ધર્મની પુન: સ્થાપના કરીશ.

રામ નવમી હિન્દુઓનો ધાર્મિક તહેવાર છે જે વિષ્ણુના સાતમા અવતાર રામના જન્મદિવસની ઉજવણી તરીકે માનવવામાં આવે છે.  હિન્દુ ધર્મની વૈષ્ણવ પરંપરામાં રામનું વિશેષ મહત્વ છે. આ તહેવાર અયોધ્યામાં રાજા દશરથ અને રાણી કૌશલ્યાના  પુત્ર જન્મ દ્વારા વિષ્ણુના વંશને રામ અવતાર તરીકે ઉજવે છે. આ તહેવાર વસંત નવરાત્રીનો એક ભાગ છે, અને ચૈત્રના તેજસ્વી અર્ધ (શુક્લ પક્ષ)ના નવમા દિવસે આવે છે, નગરવાસીઓ બાળક અવતરવાની ખુશીમાં રાજા દશરથના ઘરે વધામણા લઇ આનંદ િવભોર થઇને ગાવા લાગ્યા… ‘અવધમાં આનંદ ભયો…… જય રધુવીર લાલકી…. ભગવાન શ્રી રામ આ અવતારમાં અનેક લીલાઓ કરી છે અને અનેક પાપી દુષ્ટો રાક્ષસોનો નાશ કર્યો છે. કિશાર અવસ્થામાં તારકારાિક્ષસીનો સંહાર કર્યો હતો. ત્યારપછી ગુરુકુળમાં બધી જ િવદ્યાઓ પ્રાપ્ત કરે છે. અને જયારે પોતાના પિતાશ્રી રાજા દશરથ દ્વારા રાજ્યાિભષેક થવાનો હોય ત્યારે માતાશ્રી કૈકીયની દાસી મંથરા દ્વારા રચિત ષડયંત્રથી શ્રી રામે પોતાના િપતાના વચન પાલન માટે ચૌદ વર્ષ વનગમન કર્યું હતું માટે જ કહેવાય છે રધુકુળની રીત ચલી યાઇ… પ્રાણ જાય પણ વચન ન જાઇ… ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ હતા.  મિથિલાનરેશ જનકની પુત્રી જાનકી એટલે માતા સીતા સાથે તેમના વિવાહ થયા હતા. વન ગમન સમયે માતા સીતા તથા લઘુબંધુ લક્ષમણજી પણ શ્રીરામચંદ્રની સેવા માટે વનમાં ગયા હતા.

વન ભ્રમણ દરમિયાન ભગવાન શ્રી રામે અનેક લીલાલો કરી હતી. જેવી કે ગૌતમપત્ની અહલ્યાનો ઉદ્દાર. ભીલ ભક્ત માતા શબરીના એઠાં બોર ખાધાં હતા. ગંગાપાર કરવા માટે કેવટને વિનંતી કરે છે. ત્યારે અભણ કેવટ ભગવાન શ્રીરામ ચરણ ધોવા માટે પ્રાર્થના કરે છે. કારણકે શ્રીરામની ચરણરજથી પત્થરમાંથી સ્ત્રી બની જાય છે. એવું ભક્ત કેવટ જાણતા હતા.  માટે એમને ડર હતો કે  ભગવાનની રજથી મારી આજીવિકા નાવ જો સ્ત્રી બની જાય તો મારી રોજીરોટી છીનવાઇ જશે માટે પ્રભુ શ્રી રામના ચરણ ધોઇ નાવમાં બેસાડું એવી પ્રભુ પાસે આગ્રહ રાખે છે. પ્રભુશ્રી રામ ભકતન આગ્રહને વશ થઇ ગંગાજલથી ચરણ પ્રક્ષાલય કરવા દે  છે અને કેવટનું અહોભાગ્ય કે ચરણનું ચરણામૃત આસ્વાદન કરી ભવપાર તરવાનો અવરસ પ્રાપ્ત કરી લે છે. ભગવાન શ્રી રામ અવતાર ઉદ્દેશ સીતામાતાના અપરાધી રાક્ષસ રાવણ તથા કુંભકર્ણ જેવાં અનેક રાક્ષસોનો સંહાર કરી લંકાને પાપીઓથી મુકિત આપવાનો છે. રાવણ સંહાર સંગ્રામમાં ભગવાન શ્રીરામને વાનરસેનાને તથા મહાવીર હનુમાનજી, જામવંતજી રાજા સુગ્રિવજેવા ઓને સાથ આપ્યો હતો. લંકાને રાવણના નાશ થકી મુક્તિ અપાવી રાવણના ભાઇ ભક્તશ્રી વિભીષણને ભગવાન શ્રીરામ લંકાની ગાદી પર બેસાડે છેે તથા માતા સીતાને મુક્ત કરાવે છે.

Most Popular

To Top