અમદાવાદ: રાજ્ય(State)ના સરકારી ડોકટરો(Government doctors) પોતાની વિવિધ માંગણીઓને લઈને હળતાળ(Strike) પર ઉતરી ગયા છે. 10 હજાર જેટલા ડોકટરો હડતાળ પર ઉતરી જતા દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. પગાર અને NPA મુદ્દે તબીબો અને સરકાર આમને સામને આવી ગયા છે. આ અંગે રાજ્યનાં તબીબી શિક્ષકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પરંતુ આજદિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી. જેના પગલે તેઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. હડતાળ મુદ્દે જીએમટીએ પ્રમુખે જણાવ્યું છે કે અમારી વ્યાજબી માંગણીઓ હોવા છતાં હલ થઇ નથી. પડતર માંગણીઓ મુદ્દે 2012 થી લડત ચાલુ છે. તેમ છતાં હજુ સુધી કોઈ ઉકેલ ના આવતાં આજથી 5 કેડર એસોસિયેશન પણ હડતાળમાં જોડાયાં છે.
- ગુજરાત ગર્વમેન્ટ ડૉકટર ફોરમ દ્વારા હડતાળની જાહેરાત કરાઈ
- હડતાળનાં પગલે ઓપીડી, ઈમરજન્સી સહિતની તમામ સેવાઓ બંધ
- દર્દીઓએ ભારે હાલાકી,એક જ મુદ્દાને લઈ સતત ત્રીજી વાર હળતાળ
ગુજરાત રાજ્યના 10 હજાર સરકારી ડોકટરો હળતાળ પર ઉતરી જતા તમામ સરકારી હોસ્પિટલમાં ડોકટરી સેવાઓને મોટી અસર પહોંચી છે. ડોક્ટરોની અલગ અલગ માંગણીઓ જેવી કે રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાં 400 પોસ્ટ ખાલી છે તેની સામે 800 મેડિકલ પ્રોફેસર છે, જેમને બઢતી આપી ખાલી 400 પોસ્ટ ભરવામાં આવે. 16 મેના સરકારના ઠરાવ પ્રમાણે નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ,પગારની મહત્તમ મર્યાદા અને પર્સનલ પે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવેલો પરંતુ આ માંગણીઓનો ઠરાવ 22 નવેમ્બરે રદ કરવામાં આવ્યો છે તેને ફરી અમલમાં લાવવામાં આવે.
તબીબોની કોન્ટ્રાક ભરતી બંધ કરવામાં આવે
એડહોકસેવાઓ સળંગ કરવામાં આવે. છેલ્લા 12 વર્ષથી બઢતી કરવામાં આવી નથી, તે બઢતી તાત્કાલિક આપવામાં આવે.રિટાયર્ડ થયેલા તબીબી શિક્ષકોને તાત્કાલિક પેન્શન આપવામાં આવે. તબીબોની કોન્ટ્રાક ભરતી બંધ કરી કાયમી ભરતી કરવામાં આવે. થોડા સમય પહેલાં સરકારે આપેલી બાહેધરીઓ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. આ તમામ માંગોને લઈ તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે.
અમારો ભરોસો તુટ્યો છે, અમારી સાથે વિશ્વાસઘાત થયો છે: GMT પ્રમુખ
જીએમટીએ પ્રમુખે જણાવ્યું હતુ કે, અમારી પડતર માંગણીઓ મુદ્દે 2012 થી આ લડત ચાલી રહી છે. ૧૬- ૫-૨૦૨૧ ના રોજ એનપીએ માટે ઠરાવ થયો હતો. જોકે સરકાર બદલાતાં અમારો મુદ્દો ભુલાયો. અત્યાર સુધી ત્રણ વાર હડતાળ મોકુફ રાખી અને એક વાર કેન્સલ કરી પણ હજુ કોઇ નિવેડો આવ્યો નથી. ૩૧ માર્ચ વીતી ગયા હોવા છતાં અમારી માગંણીના ઠરાવ થયા નથી. અમારો ભરોસો તુટ્યો છે, અમારી સાથે વિશ્વાસઘાત થયો છે.
એક મુદાને લઇ સતત ત્રીજીવાર હડતાળ
આ હડતાળમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન, GMERS ફેકલ્ટી એસોસિયેશન, ગુજરાત ઇનસર્વિસ ડૉક્ટર્સ એસોસિયેશન, GMS કલાસ 2 મેડિકલ ઓફિસર્સ એસોસિયેશન, ESIS ડૉક્ટર્સ એસોસિયેશનના ડોકેટર પણ જોડાતા છે. OPD અને ઇમરજન્સી સહિતના તમામ કાર્યોથી ડોકટરો અળગા રહ્યા છે. જેના પગલે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે ડોકટરોની માંગણીમાં એક જ મુદ્દાને લઈ સતત ત્રીજી વાર હળતાળ પર ઉતરી ગયા છે. ત્યારે હવે આ મામલે સરકાર દ્વારા કેવા પગલાં ભરવામાં આવશે તેતો આવનારો સમય જ બતાવશે.