Madhya Gujarat

શ્રમિક પરિવારની પુત્રીના ફાટેલા હોઠનું નિઃશુલ્ક ઓપરેશન કરાયું

લુણાવાડા : બાળકોના આરોગ્ય સુખાકારી અને નિરામય સ્વાસ્થ્ય માટેના કલ્યાણકારી કાર્યક્રમોના અમલીકરણ માટે રાજ્ય સરકારનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે. ખાસ કરીને જરૂરિયાતમંદ બાળકોને પૂરતી સહાય અને સારવાર આપી અનેક બાળકોના પરિવારમાં ખુશાલી આવી છે, એવા જ મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં શ્રમીક પરિવારની બાળકીનું જન્મજાત ફાટેલા હોઠ (કલેફ્ટ લીપ) માટેનું ઓપરેશન નિઃશુલ્ક થતા ઉર્વશી હસતી રમતી થતાં પરીવારમાં હર્ષની લાગણી પ્રસરી છે. લુણાવાડા નગરના ખોડીયાર મંદિર વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરીવારના સરસ્વતીબેન દંતાણી જણાવે છે કે, તેઓ મજુરી કરીને પરીવારનું જીવનગુજરાન ચલાવે છે, તેમના પરીવારમાં દિકરી ઉર્વશીને જન્મ સમયે ઘરમાં ખુશીનું વાતાવરણ હતું. પરંતુ જ્યારે એ જાણવા મળ્યુ કે, તેમની દિકરીને જન્મજાત હોઠ ફાટેલા છે. તે જાણી અમને ઘણુંજ દુઃખ થયું. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દ્વારા આંગણવાડી તપાસ દરમિયાન જન્મજાત ફાટેલા હોઠ અંગે સારવાર માર્ગદર્શન આપ્યું અને તેને વડોદરા ખાતેની ઇશા હોસ્પિટલમાં તેને રીફર કરી તેના ફાટેલ હોઠનું નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન બાદ તે સંપુર્ણ સ્વસ્થ થઇ પરીવારમાં હસતી રમતી થઇ ગઇ છે. આર.બી.એસ.કે ટીમના ડૉ. નિર્જર શુક્લ, ડૉ.પ્રિયંકાબેન બારીયા, ફાર્માસિસ્ટ આશાબેન, ફિમેલ હેલ્થ વર્કર અંકિતાબેનદ્વારા તેની અવાર નવાર ગૃહ મુલાકાત લઇ તેના આરોગ્યની તપાસ કરવામાં આવે છે. આ અંગે સરસ્વતીબેન વધુમાં જણાવે છે કે, આરોગ્ય વિભાગ દ્વારા ચાલતા શાળા આરોગ્ય- રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અમને લાભ મળ્યો છે.

Most Popular

To Top