Dakshin Gujarat

બુટલેગરે પોતાના ઘરમાં જ ખાડો ખોદીને આ રીતે સંતાડ્યો હતો દારૂ

વાંકલ: માંગરોળ (Mangrol) તાલુકાના આસરમા ગામે ઘરમાં ખાડો ખોદી પ્લાસ્ટિકના પીપ જમીનમાં ઉતારી દારૂ (Alcohol) સંતાડ્યો હતો. જ્યાં સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગરની ટીમે બાતમીને આધારે દરોડો (Raid) પાડી રૂ. ૪૭,૪૨૦ના ઇંગ્લિશ દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો

આસરમા ગામમાં બુટલેગરે પોતાના ઘરમાં ખાડો ખોદી જમીનમાં પીપ દાટી જેમાં દારૂ સંતાડ્યો હતો. જ્યાં ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી કુલ,૪૩૪ દારૂની બોટલો ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પરથી એક આરોપી મેહુલ ઉર્ફે ભલો અરવિંદ વસાવાની ધરપકડ કરી હતી. એક બાઈક અને દારૂના વેચાણના રોકડા રૂપિયા ૨૪૫૦, એક મોબાઇલ કિંમત રૂપિયા ૧૦,૦૦૦ સહિત મુદ્દામાલ કબજે લીધો હતો ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે આ દારૂનો જથ્થો મારા બનેવી ગોમાનભાઈ ઉર્ફે બાબુભાઈ દેવાભાઈ વસાવા (રહે. દીણોદ ગામ તાલુકો માંગરોળ)નો છે અને તેઓ મને દારૂ વેચવા માટે જથ્થો પૂરો પાડે છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે માંગરોળ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

વાપી હાઈવે પર દવાની આડમાં ટ્રકમાં લઈ જવાતો 4.95 લાખનો દારૂ ઝડપાયો
વાપી : વાપી નજીક સલવાવ ખાતે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ડુંગરા પોલીસની ટીમે મહારાષ્ટ્ તરફથી ટ્રકમાં સુરત તરફ લઈ જવાતો 5760 નંગ બોટલ દારૂ કિં.રૂ. 4.95 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી ટ્રક અને દારૂ સહિત કુલ રૂ.12,98,600નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપી હાઈવે પર શનિવારે મોડી રાત્રે સલવાવ ફ્લાય ઓવરબ્રિજ નજીક ડુંગરા પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પીઆઈ ડી.એમ. ઢોલને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન મહારાષ્ટ્ર તરફથી ટ્રક નં. એમએચ 03 સીપી 4751ને અટકાવી તલાશી લેતાં મેડિકલ દવાની આડમાં છૂપાવેલો દારૂનો જથ્થો વિદેશી દારૂ-બિયર ટીન નંગ 5760 કિં.રૂ. 4,95,600નો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલક અનિલ કિશનરામ બિશ્નોઈ (ઉવ.23 રહે. બાડમેર-રાજસ્થાન)ની ધરપકડ કરી રૂ.8 લાખની ટ્રક અને રૂ.3 હજારનો મોબાઈલ મળી કુલ રૂ.12,98,600નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top