તમારા સપનાઓની યાદી લાંબી થઈ ગઈ છે અને તમે પણ તેમને પૂરા કરવા માટે કેબીસીની રાહ જોઈ રહ્યા છો, તો હવે તમારા માટે આ તક આવી ગઈ છે. તમે પણ 9 એપ્રિલથી પ્રશ્નોના જવાબ આપીને કેબીસીનો (KBC) ભાગ બની શકો છો. સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનએ શનિવારે સોશિયલ મીડિયા પર કેબીસીની નવી સિઝનનો (Kaun Banega Crorepati-14) પહેલો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) દર્શકોને આગામી શોની નોંધણી વિશે માહિતી આપી રહ્યા છે. તે ઉપરાંત પ્રોમોમાં (Promo) તેમણે કહ્યું કે સપના માત્ર જોવાના નથી હોતા, પરંતુ હવે તેને પૂરા કરવાનો સમય આવી ગયો છે.
- ટીવીનો હિટ ગેમ શો કેબીસી તેની નવી સિઝન લઈને પરત ફરી રહ્યો છે
- શોની નોંધણી તારીખો જાહેર થઈ ગઈ છે
- શોના પ્રોમોમાં અમિતાભ બચ્ચને સપનાની વાત કરી છે
જો તમે પણ જ્ઞાનના બળ પર કરોડપતિ બનવા માંગો છો તો આ સમાચાર તમારો આજનો દિવસ બનાવી દેશે. ટીવીનો હિટ ગેમ શો ફરીથી તેની નવી સિઝન સાથે પરત આવી રહ્યો છે. કૌન બનેગા કરોડપતિ તેની 14મી સિઝન લઈને પરત ફરી રહ્યો છે. સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનએ શનિવારે સોશિયલ મીડિયા પર કેબીસી નવી સિઝનનો પહેલો પ્રોમો રિલીઝ કરીને તેના દર્શકો સાથે આ સારા સમાચાર શેર કર્યા છે. રિલીઝ કરવામાં આવેલા પ્રોમોમાં અમિતાભ બચ્ચન તેમના સવાલો ક્યારે ચાલુ થશે અને તેના માટે રજીસ્ટ્રેશન ક્યારે કરી શકાશે તેના વિશે વાત કરી રહ્યાં છે. કેબીસી 14 નો આ પ્રોમો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દર્શકોએ ફરી એકવાર આ ગેમ શોને જોવા માટે અને રમવા માટે પૂરજોશે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેબીસીની નોંધણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે તે જાણીને લોકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.
પ્રોમો વિશે વાત કરીએ તો, એક યુવાન યુગલ ચાંદની રાતમાં તેમના ટેરેસ પર ખાટલા પર સૂતેલા જોવા મળે છે. પતિ પત્નીને મોટું ઘર બનાવવાનું, બાળકોને સારું શિક્ષણ આપવાનું અને કોઈ દિવસ પત્નીને સ્વિટ્ઝર્લૅન્ડ લઈ જવાનું વચન આપે છે. પરિવાર માટે તેના પતિના આ સપનાઓ વિશે સાંભળીને પત્ની ખુશ થઈ જાય છે. જો કે, ઘણા વર્ષો વીતી જાય છે અને તે યુગલ વૃદ્ધ થઈ જાય છે. પરંતુ હજી પણ તેઓ તે જ સ્થિતિમાં અને ત્યાં છે. ત્યારે પતિ પત્ની એ જ વચન ફરીથી આપતો જોવા મળે ત્યારે પત્ની ગુસ્સે થઈ જાય છે. ત્યારબાદ અમિતાભ બચ્ચનનો અવાજ આવે છે.
ત્યારે તેમાં અમિતભ બચ્ચન કહે છે કે સપનાઓ જોઈને ખુશ નહીં થવું જોઈએ તેના માટે ફોન ઉપાડી નોંધણી કરવાની વાત કરે છે. ઉપરાંત નોંધણી અંગે વાત કરતાં કહે છે કે એમના પ્રશ્નો અને દર્શકની કેબીસીની નોંધણી 9મી એપ્રિલ, રાત્રે 9 વાગ્યાથી માત્ર સોની પર શરૂ થઈ રહી છે. આ પ્રોમોમાં અમિતાભ બચ્ચન બ્લુ સૂટ પહેરીને ખુરશી પર બેઠેલા જોવા મળે છે. આ પ્રોમો જોઈને ચાહકો ઘણા ખુશ થઈ ગયા છે અને 9મી એપ્રિલના આગમનની રાહ જોઈને બેઠા છે. જણાવી દઈએ કે કૌન બનેગા કરોડપતિ શો વર્ષ 2000થી ટીવી પર આવી રહ્યો છે. અમિતાભ બચ્ચન આ શોની દરેક સીઝનના હોસ્ટ હોય છે, પરંતુ ત્રીજી સીઝનને શાહરૂખ ખાને હોસ્ટ કરી હતી. પરંતુ તે દર્શકોમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયા ન હતા. આ સાથે ગયા વર્ષે શોએ તેના એક હજાર એપિસોડ પૂર્ણ કર્યા હતા અને તેની ઉજવણી પણ કરી હતી. આ ઉજવણીમાં અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન અને પૌત્રી નવ્યા નવેલી નંદા ખાસ મહેમાન તરીકે આવી હતી.