Vadodara

સંજયનગર 5 મહિનાનું બાકી છે પણ પાલિકાએ 4 મહિનાનું જ ભાડું આપ્યું

વડોદરા : વડોદરા મહાનગરપાલિકા વિવાદિત પ્રોજેક્ટ સંજયનગરમાં લાભાર્થીઓને પાંચ મહિનાનું ભાડું ચૂકવવાને બદલે પાલિકા તંત્રે માત્ર ચાર મહિનાનું ભાડું ચૂકવ્યું છે જેને લઇ લાભાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે બિલ્ડરને બ્લેકલિસ્ટ કરવાના બદલે પંપાળવાની નીતિ સામે પણ આક્રોશ છે.
શહેરના સમા વિસ્તારમાં નિર્વામ ધીન સંજય નગર પ્રોજેક્ટનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે સંજયનગરના લાભાર્થીઓ છેલ્લા કેટલાય સમયથી આવાસથી વંચિત છે વારંવાર રજૂઆતો પછી પણ આવાસોની કામગીરી આગળ ધપી રહી નથી જેથી સજયનગરના લાભાર્થીઓની સ્થિતિ દિવસે ને દિવસે કફોડી બની રહી છે દરમ્યાન ભારે ઊહાપોહ બાદ લાભાર્થીઓને ભાડું આપવામાં આવશે તેવી વાત મેયર દ્વારા કરવામાં આવી હતી જોકે પાંચ મહિનાનો ભાડું બાકી હોવા છતાંય પાલિકાએ લાભાર્થીના ખાતામાં માત્ર 4 માસનું ભાડું ચૂકવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ફેબ્રુઆરી થી ભાડું આપવાની શરૂઆત કરાઈ હતી અને 30 માર્ચ સુધી 1851 લાભાર્થીના ખાતામાં આઠ હજાર લેખે 4 માસનું ભાડું જમા કરાયું હતું ચાર માસનું ભાડું મળતા લાભાર્થીઓમાં તંત્ર સામે રોષ છે વર્ષોથી આવાસ વગર રઝળતા લાભાર્થીઓ તંત્રની બેદરકારી અને બિલ્ડરની મણમનીથી પ્રવાહીમાં પોકારી ઉઠયા છે પાલિકા બિલ્ડરને બ્લેકલિસ્ટ કરવાને બદલે પંપાળી રહી હોય તેમ બિલ્ડર સુધી લાભાર્થીના હિતમાં આગળ આવ્યા નથી સંજયનગર પ્રોજેક્ટ બનાવવા તૈયાર કરનાર નારાયણ રિયાલિટી, સાઈ રુચિ તેમજ DMC ના સંચાલકો પાલિકાને ઉઠા ભણાવી રહ્યા છે.

દર મહિને હવે ત્રણ મહિનાનું ભાડું ચૂકવાશે
સંજય નગર ના લાભાર્થીઓને ભાડું ચુકવવા મુદ્દે વડોદરાના મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે લાભાર્થીઓનું દોઢ વર્ષનું ભાડું બાકી હતું જે અંતર્ગત નક્કી થયા મુજબ ચાર મહિનાનું ભાડું ચૂકવવામાં આવ્યું છે અને આગામી દર મહિને ત્રણ મહિનાનું ભાડું ચૂકવવામાં આવશે.
કોન્ટ્રાક્ટરના ખર્ચે આવાસ બનાવવા જોઈએ
સંજયનગર પ્રોજેક્ટ વિવાદમાં પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુંએ જણાવ્યું હતું કે સંજય નગરના કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવો જોઈએ એક વર્ષનું ભાડું ન આપતા તેની સામે ક્રિમિનલ ફરિયાદ પણ થવી જોઈએ પરંતુ સત્તાધીશો મળેલા હોય કોન્ટ્રાક્ટર સાથે ખાનગીમાં મિટિંગ કરી ટાઈમ આપી કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે.

Most Popular

To Top