વલસાડ : વલસાડ (Valsad) સુગર ફેક્ટરી વાંકી નદીના બ્રિજ હાઈવે (Higheay) ઉપર અંકલેશ્વરથી (Ankleshwar) રેતી ભરેલી ટ્રક મુંબઈ (Mumbai) તરફ જઈ રહી હતી ત્યારે ઓવરટેક (Overtake) કરવા જતા લક્ઝરી બસ (Bus) સાથે અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં ટ્રક પલટી મારી જતાં ચાલકને સામાન્ય ઇજા થઇ હતી.
- ટ્રક પલટી જતાં રેતી રસ્તા ઉપર પ્રસરી જતાં મુંબઈ તરફનો માર્ગ બંધ કરવો પડ્યો
- બસ ચાલક ભાગી છુટ્યો
- ટ્રક પલટી મારી જતાં ચાલકને સામાન્ય ઇજા થઇ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વરમાં રહેતો સાજીદ અલી ખાન ડ્રાઇવિંગ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ સાંજે સાજીદ પોતાની ટ્રક નંબર એમ એચ ૦૬ બી એમ ૦૩૦૯ માં અંકલેશ્વર પાનોલી જીઆઇડીસીથી રેતીની ગુણ ટ્રકમાં ભરીને મુંબઈ તરફ લઈ જઈ રહ્યો હતો ત્યારે વલસાડ સુગર ફેક્ટરી નજીક આવેલી વાંકી નદીના બ્રિજ પાસે હાઈવે પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે પાછળથી આવેલી લક્ઝરી બસના ચાલકે પોતાની બસ પુરઝડપે હંકારી લાવી ઓવરટેક કરવા જતાં ટ્રક સાથે અકસ્માત સર્જ્યો હતો. જેમાં ટ્રક પલટી જતાં રેતી રસ્તા ઉપર પ્રસરી જતાં મુંબઈ તરફનો માર્ગ બંધ કરવો પડ્યો હતો. ટ્રક ચાલકને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે બસ ચાલક ભાગી છુટ્યો હતો.
અકસ્માત કરનારા યુવકને માત્ર બાઈક ધીમી ચલાવવાનું કહ્યું હતું
વ્યારા: કુકરમુંડાના તોરંદા ગામે નિચલા ફળિયામાં તા.૨૭મી માર્ચે પુરઝડપે બાઇક ચલાવી રણાયચી ગામના વિનાયક કિશન વળવીના છોકારાએ ચાર વર્ષિય બાળકી પૂજાના પગ પર ચઢાવી દેતાં બાળકીના પિતા જગદીપ ગંભીરસિંગે તેને બાઇક ધીમી ચલાવવા કહ્યું હતું. અકસ્માત કરનાર આ યુવક જે-તે સમયે કંઈ કહ્યા વગર પોતાના ઘરે જતો રહ્યો હતો. ત્યાર બાદ તા.૩૦ માર્ચે સવારે જગદીપ ગંભીરસિંગ પાડવી ખેતરેથી ઘાસ લઇ પોતાની પત્ની સાથે ઘરે આવી રહ્યો હતો. ત્યારે સવારે દસેક વાગ્યાના અરસામાં રસ્તામાં આ યુવકનો પિતા વિનાયક કિશન વળવી ત્યાં આવી પહોંચ્યો હતો. “તું મારા છોકરાને કેમ ધમકાવતો હતો” કહી ઉશ્કેરાઇ કડું જગદીપની છાતીમાં મારી દીધું હતું. લાકડી વડે છાતી તથા પીઠના ભાગે ઢોર માર માર્યો હતો. જેમાં છાતીમાં પાંસળીએ ફેક્ચર થયું હતું. પોલીસે જગદીપ પાડવીની ફરિયાદના આધારે વિનાયક કિશન વળવી વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.