દિલ્હી, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળને કોરોનાના નિયંત્રણોમાંથી મળી રાહત

મુંબઈ: દેશમાં કોરોના (Corona) મહામારીનો હજુ સુઘી સંપૂર્ણ અંત આવ્યો નથી. રોજ કોરોનાના ખૂબ જ ઓછાં કેસો (Case) સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં (Gujarat) કોરોનાને લઈ ઘણાં નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે પરંતુ સંપૂર્ણ પણે કોઈ પણ છૂટછાટો આપવામાં આવી નથી. આ સમયે એવા સમાચાર (News) મળી આવ્યા છે કે મહારાષ્ટ્ર (Maharastra) સરકારે મુકેલા કોરોનાના તમામ નિયમો માંથી પ્રજાને છૂટ આપી છે. માસ્કના (Mask) પ્રતિબંઘ સિવાયના તમામ પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. બીજી તરફ દિલ્હીમાં પણ વાહન ચાલકો માસ્ક ન પહરે તો તેમને દંડ થશે નહીં.

મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં ઉદ્ઘવ સરકારે રાજયમાં કોરોના અંગે લાગેલા તમામ નિયમોને હટાવા અંગેનો નિર્ણય લીઘો છે. સ્વાસ્થય મંત્રી રાજેશ ટોપેએ આ અંગેની જાણકારી આપી હતી. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે 2 એપ્રિલથી રાજયમાં માસ્ક પહેરવું અનિવાર્ય હશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેની અધ્યક્ષતામાં એક કેબિનેટ બેઠક બોલાવામાં આવી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સ્વાસ્થય મંત્રી ટોપે જણાવ્યું હતું કે આ નિયમ 2જી એપ્રિલ એટલે કે ગુડીપડવાના દિવસથી લગાડવામાં આવશે. મરાઠીઓ માટે આ મોટો તહેવાર મનાય છે. આ સમયે લોકોને સરકાર દ્વારા આપવામાં આવેલી ભેટ છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં બે વર્ષથી પણ વઘુ સમય કોરોના અંગે મૂકેલા નિયંત્રણોમાં થયો છે. ત્યારે મહારાષ્ટ્રમાં પ્રતિબંધો દૂર થવાથી લોકોને લાંબા સમય બાદ રાહત મળી છે.

મહારાષ્ટ્રના મંત્રી જીતેંદ્ર આવ્હાડે પણ આ નિર્ણય અંગે પોતાનો મત રજૂ કરતાં ટ્વિટ કર્યુ હતું. જેમાં તેઓએ લખ્યું હતું કે મંત્રીમંડળે રાજયમાં તમામ પ્રકારના કોવિડને લાગતા નિયમો હટાવવાનો નિર્ણય લીઘો છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે રાજયમાં હવેથી તમામ તહેવારો ઘામઘૂમથી ઉજવાશે. માસ્ક પહેરવું પ્રજા ઉપર આઘારિત છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સીએમ ઉદ્ઘવ ઠાકરેએ પોતાની સર્જરી થયાં પછી પ્રથમવાર રાજયના મંત્રીમંડળની બેઠકમાં ભાગ લીધો હતો.

દિલ્હી તેમજ પશ્ચિમ બંગાળમાંથી પણ હટાવવામાં આવ્યાં કોરોનાના પ્રતિબંધ
આ ઉપરાંત દિલ્હીમાં પણ કોરોનાને લઈને ડીડીએમએની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે કોરોના અંગેના નિયંત્રણોમાંથી દિલ્હીમાં પણ છૂટછાટો આપવામાં આવી છે. જેમાં માસ્ક ન પહેરવા ઉપર કોઈ પણ જાતનો દંડ લેવામાં આવશે નહિ. આ સાથે પશ્ચિમ બંગાળમાં પણ કોરના અંગેના તમામ પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યાં છે. આ નિયમ ગુરુવારથી લાગુ કરવામાં આવશે. જો કે માસ્ક તેમજ સાફ સફાઈ ઉપરના તમામ પ્રતિબંઘો તેમજ તે અંગે કડકાઈ રાખવામાં આવશે.

Most Popular

To Top