હજીરા રેલવેની કોઇ જરૂર નથી

ગોથાણથી માંડ થોડેક અંતરે ઉત્તરમાં આવેલા સાયણ રેલવે સ્ટેશનથી, હજીરા સંકુલમાં આવેલા ખાતરના કારખાના ક્રીભકો સુધી રેલવે લાઇન આવેલી જ છે. હવે જો હજીરા સુધી રેલવે લાઇન લઇ જવી જ હોય તો, આ જ  લાઇન સાયણ – ક્રીભકો ઉપર, ક્રિભકોના ફાટકથી દક્ષિણ – પશ્ચિમે લૂપ નાંખીને ત્યાંથી હજીરા સુધી રેલવેના પાટા નાંખી શકાય તેમ છે. માટે ગોથાણ રેલવે સ્ટેશનથી હજીરા સુધીની નવી રેલવે લાઇનની કોઇ જરૂર છે જ નહિ. ગોથાણ – હજીરા વચ્ચે રેલવે માટે જમીન સંપાદનના વિરોધમાં, જેની જમીન જાય છે, એ ખેડૂત વર્ગ સરકારને વિનંતી કરી રહ્યો છે કે, ‘અમારી મોંઘી જમીન બરબાદ કરો મા.’ હજીરા સંકુલમાં હવે નવા ઔદ્યોગિક પ્રોજેકટ્‌સ નાંખી શકાય એમ નથી. એટલે નવી ગોથાણ – હજીરા રેલવેની કોઇ જ જરૂર પડવાની નથી. માટે ખેડૂતોની સાચી અને કાયદેસરની વાત સરકારને કાને ધરીને આ પ્રોજેકટને તાત્કાલિક બંધ કરવો જોઇએ. આ લોકશાહી સરકારમાં, લોકોનું થોડુંક તો સાંભળો ભલા માણસ!
સુરત     – બાબુભાઇ નાઇ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top