મારે નહિ છતાં વાગે

રજૂ થયેલ નાટકમાં સંવાદ હતો, “ મારે નહિ છતાં વાગે.” આમ બનવાનું કારણ,  એ માર શબ્દશસ્ત્રથી પડે છે. આમ તો શબ્દો પુષ્પો બની વરસે તો અંતરમન તરબતર બને. પણ જો  શબ્દો કડવા-કઠોર બની વરસે તો હૃદયમાં જે ઘા પડે છે તે ખંજર-શસ્ત્રના ઘા કરતાં ઊંડા હોય છે. હા, વાગ્બાણનો માર વધુ વાગે છે. ક્યારેક આ પ્રકારના વર્તનમાં અપશબ્દો પણ શસ્ત્રો બને છે, લાગણી ઘાયલ થાય છે. એ શબ્દો, હૃદયમાં જખમ કરે છે. શાંતિની સ્થાપના માટે શાબ્દિક લડાઈ-યુદ્ધ છોડીને શબ્દોમાં- વાણી-વર્તનમાં મધુરતા લાવી પ્રેમની સરિતા વહાવીએ તોય ઘણું.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top