ગુજરાતમાં પેટ્રોલની સેન્ચુરી : પાંચ મહિના બાદ ફરી પેટ્રોલનો ભાવ 100ને પાર

ગાંધીનગર: રાજ્યમાં 22 માર્ચથી પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેના પગલે ગુજરાતમાં (Gujarat) પેટ્રોલનો (Petrol) ભાવ (Price) સેન્ચુરી લેવલ પર પહોંચી ગયો છે. આજે પેટ્રોલમાં લિટર દીઠ 80 પૈસા અને ડીઝલમાં લિટર દીઠ 82 પૈસાનો વધારો (Increase) થયો છે. રાજ્યમાં પેટ્રોલના ભાવ ફરી રૂ. 100 પ્રતિ લિટરની સપાટી પાર કરી ગયા છે. ગુજરાતમાં પાંચ મહિના અને 23 દિવસ બાદ ફરી એકવાર પેટ્રોલના કિંમતે 100 ને પાર પહોંચી ગઈ છે. આ અગાઉ 7 ઓકટોબર 2021ના રોજ પેટ્રોલમાં રૂપિયા 100નો ભાવ થયો હતો.

રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યો પેટ્રોલના ભાવ વધીને 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે. સાથે જ ગુજરાતના (Gujarat) પણ અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100ને પાર પહોંચી ગયો છે. છેલ્લા આઠ દિવસમાં આ સાતમી વખત છે જ્યારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (Oil Marketing company ) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો (Price increase) કર્યો છે. આજે પેટ્રોલના ભાવમાં 80 પૈસા અને ડીઝલના ભાવમાં 82 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલનો ભાવ

તેલ કંપનીઓ દ્વારા આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે 22 માર્ચથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં લિટર દીઠ રૂપિયા 5.57નો વધારો થયો છે. તેવી જ રીતે ડીઝલમાં પણ રૂપિયા 5.77 જેટલો વધારો થયો છે. પેટ્રોલ પંપના સંચાલકોના જણાવ્યા પ્રમાણે કહ્યું કે ક્રૂડના ભાવની સ્થિતિ છે તેને જોતાં આગામી દિવસોમાં પણ ભાવ વધારો ચાલુ રહી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 2 નવેમ્બર 2021ના રોજ રૂ. 106.63 પ્રતિ લિટરનો સર્વોચ્ચ ભાવ થયો હતો.

વધેલી કિંમતો સાથે, દિલ્હીમાં પેટ્રોલનો આજનો દર 101.01 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.27 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં પણ રૂા.100ને પાર પહોંચી ગયો છે. જણાવી દઈએ કે સાત દિવસના વધારાને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલ 5.77 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે.

38 દિવસની સ્થિરતા બાદ 22 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. જૂન 2017માં દરરોજ કિંમતોમાં સુધારો કરવાના નિયમ બાદ આ સૌથી મોટો વધારો હતો. ત્યારપછીના દિવસોમાં એટલે કે છેલ્લા સાત-આઠ દિવસમાં લગભગ દરરોજ પેટ્રોલ 30 અને 50 પૈસા પ્રતિ લિટર અને ડીઝલ 55 અને 35 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું છે.

જણાવી દઈએ કે સોમવારના કારોબારમાં કાચા તેલમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર 3.56 ટકા ઘટીને $116.35 પ્રતિ બેરલ હતું. તે જ સમયે, સોમવારે ભારતીય વાયદાના વેપારમાં કાચા તેલની કિંમત 2.77 રૂપિયા ઘટીને 8,574 રૂપિયા પ્રતિ બેરલ થઈ ગઈ.

Most Popular

To Top