આદિવાસીઓના વિરોધની અસર, કેન્દ્રએ દક્ષિણ ગુજરાતમાં નર્મદા-તાપી લીન્ક યોજના સ્થગિત કરી

ગાંધીનગર: કેન્દ્ર સરકારે (central Government) દક્ષિણ ગુજરાતમાં પાર – તાપી (Par tapi) સહિતન પાંચ નદીઓને લીન્ક (River linking) કરવાની મહત્વકાંક્ષી યોજના સ્થગિત (Postponed) કરી દીધી છે. તાજેતરમાં ગાંધીનગરમાં (Gandhi nagar) દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની (Tribal) એક વિશાળ રેલી (Rally) યોજાઈ હતી. જેમાં આદિવાસીઓ દ્વારા એવી માંગ કરાઈ હતી કે આ નદીઓને લીન્ક કરવાની યોજના રદ કરવી જોઈએ.

રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓએ તાજેતરમાં જ દક્ષિણ ગુજરાતમાં એવું નિવેદન કર્યુ હતું કે આ યોજના હેઠળ કોઈ આદિવાસીની જમીન સંપાદન કરવાની નથી. માત્ર નદીઓ પર ચેકડેમ બનાવવાની યોજના છે. જેનાથી દરિયામાં વહી જતું પાણી સંગ્રહ કરી શકાય.

કેન્દ્ર દ્વારા અંદાજિત ૫૦૦ કરોડની યોજના જાહેર કરાઈ છે. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં પણ આ યોજનાનો સમાવેશ કરીને તેના માટે ૯૦ કરોડની ફાળવણી કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા નર્મદા-પાર-તાપી રિવર લીન્ક યોજના મુદ્દે મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જેમાં આદિવાસીઓના વિરોધને ધ્યાને લઈને હાલ પુરતી આ યોજના સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર દ્વ્રારા આ મામલે જાહેરાત કરાશે, તેમ સૂત્રોએ કહ્યું હતું .

દક્ષિણ ગુજરાતમાં કોઇ મોટો ડેમ બનશે નહીં, માત્ર ચેકડેમ બનાવવાની યોજના
વલસાડ (Valsad) : સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તાપી રિવર લિંક (Par Tapi River Link) અને ડેમના (Dam) વિરોધમાં આદિવાસી વિસ્તારોમાં ભારે વિરોધ થઇ રહ્યો છે. તેમનો વિરોધ ગાંધીનગર સુધી પહોંચી ગયો છે અને કોંગ્રેસ પણ તેમાં જોડાયું છે. ત્યારે આ મુદ્દે નાણાંમત્રી, વન અને આદિજાતિ મંત્રી અને પાણી પુરવઠા મંત્રીએ રવિવારે વલસાડમાં પત્રકાર પરિષદ યોજી આદિવાસી પંથકમાં કોઇપણ મોટો ડેમ નહી બનવાની વાત કહી હતી. તેમજ પ્રોજેક્ટ સંદર્ભે દિલ્હીમાં રજૂઆત કરવાની વાત કરી હતી.

નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું કે, આદિવાસી વિસ્તારમાં મોટા ડેમ બનાવવાની કોઇ યોજના નથી. બજેટમાં રૂ. 500 કરોડના ખર્ચે ચેકડેમ બનાવવાની વાત કહી છે. જેના થકી આદિવાસી પંથકમાં પ્રાકૃતિક ખેતીને સિંચાઇનું પાણી મળી રહે. પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ વર્ષો જૂનો છે. આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો છે. જેમાં દેશની વિવિધ નદીઓને જોડી પાણી પહોંચાડવાનો છે. આ સંદર્ભે વલસાડ અને નવસારીના ધારાસભ્યો અને સાંસદ સભ્યોનું એક પ્રતિનિધિ મંડળ દિલ્હી જઇ અમિત શાહને મળશે. જ્યાં તેઓ આ પ્રોજેક્ટ અટકાવવા રજૂઆત કરશે. ટૂંક સમયમાં સરકાર આ સંદર્ભે લોકોને લાભ થાય એવી જાહેરાત કરશે.

ધરમપુર, કપરાડા, ડાંગમાં ભારે વરસાદ પડે છે, પરંતુ ઉનાળા સુધીમાં પાણી પુરું થઇ જાય છે
આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે, આ યોજનામાં એકપણ આદિવાસીને વિસ્થાપન થવા દેશે નહી. સરકાર દ્વારા બજેટમાં ફાળવવામાં આવેલા રૂ. 500 કરોડ થકી પ્રથમ વર્ષમાં 94 કરોડ 3 મીટરથી 10 મીટર મોટા ચેક ડેમો બનાવાશે. આ ચેકડેમો ક્યાં બનાવાશે એ જગ્યા પણ સ્થાનિકો નક્કી કરશે. તેમણે જણાવ્યું કે, ધરમપુર, કપરાડા, ડાંગમાં ભારે વરસાદ પડે છે, પરંતુ અહીં ઉનાળા સુધીમાં પાણી પુરું થઇ જતું હોય છે. અહીં ખેતી માટે સિંચાઇ અને પશુઓ માટે પાણીની મોટી જરૂરિયાત ઉભી થઇ છે. જેને પહોંચી વળવા ચેકડેમ બનાવવા સરકાર પ્રયાસ કરી રહી છે. હાલ અહીં કોઇપણ મોટો ડેમ બનશે નહી. આ પત્રકાર પરિષદમાં પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરી, ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ અને સાંસદ ડો. કે. સી. પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top