National

યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી પદના શપથ લીધા, આ બે નેતા બન્યા ડેપ્યુટી સી.એમ

લખનૌ: યોગી આદિત્યનાથે આજે ફરીથી યુપીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. યુપીમાં 35 વર્ષ બાદ કોઈ પાર્ટીને સતત બીજી વખત બહુમતી મળી છે. PM મોદી અમિત શાહની હાજરીમાં લખનઉના સ્ટેડિયમમાં યોગીએ સીએમ પદના શપથ લીધા હતા. યોગીના શપથ લેવાની સાથે જ યુપીમાં યોગી સરકાર 2.0 શાસન શરૂ થયું છે. કેશવ મૌર્ય અને બ્રિજેશ પાઠકે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા. પીએમ મોદીની મંચ પર ગ્રાન્ડ એન્ટ્રી થઈ હતી, જે બાદ સમગ્ર સ્ટેડિયમ શંખનાદથી ગુંજી ઉઠ્યું અને ભારત માતા કી જયના નારા પણ લાગ્યા હતા. આ ઉપરાંત યોગીના શપથ ગ્રહણ સમારોહમાં હજારોની જનમેદની ઉમટી પડી હતી.

કેબિનેટ મંત્રીઓમાં સૂર્ય પ્રતાપ શાહી, સુરેશ કુમાર ખન્ના, સ્વતંત્ર દેવ સિંહ, બેબી રાની મૌર્ય, લક્ષ્મી નારાયણ ચૌધરી, જયવીર સિંહ, ધર્મપાલ સિંહ, નંદ ગોપાલ ગુપ્તા નંદી, ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, અનિલ રાજભર, જિતિન પ્રસાદ, રાકેશ સચાન, અરવિંદ કુમાર શર્મા, યોગેન્દ્ર ઉપાધ્યાય, આશિષ પટેલ, સંજય નિષાદને સ્થાન આપવામાં આવ્યું છે.

રાજ્યકક્ષાના મંત્રીઓમાં (સ્વતંત્ર હવાલો)- નીતિન અગ્રવાલ, કપિલદેવ અગ્રવાલ, રવિન્દ્ર જયસ્વાલ, સંદીપ સિંહ, ગુલાબ દેવી, ગિરીશ ચંદ્ર યાદવ, ધર્મવીર પ્રજાપતિ, અસીમ અરુણ, જેપીએસ રાઠોડ, દયાશંકર સિંહ, નરેન્દ્ર કશ્યપ, દિનેશ પ્રતાપ સિંહ, અરુણ કુમાર સક્સેના, દયાશંકર મિશ્રા દયાલુને સ્થાન આપવામાં આવ્યું છે.

રાજ્ય મંત્રી તરીકે મયંકેશ્વર સિંહ, દિનેશ ખટીક, સંજીવ ગૌર, બલદેવ સિંહ ઓલખ, અજીત પાલ, જસવંત સૈની, રામકેશ નિષાદ, મનોહર લાલ મન્નુ કોરી, સંજય ગંગવાર, બ્રિજેશ સિંહ, કેપી મલિક, સુરેશ રાહી, સોમેન્દ્ર તોમર, અનૂપ પ્રધાન, પ્રતિભા શુક્લા, રાકેશ રાઠોડ, રજની તિવારી, સતીશ શર્મા, દાનિશ આઝાદ અંસારી, વિજય લક્ષ્મી ગૌતમને સ્થાન આપવામાં આવ્યું છે.

Most Popular

To Top