ગુજરાતમા હવે ગુજરાતી ભાષાનો ઉપયોગ જરૂર કરવો, એવું નોટીફીકેશન આવેલ છે. તેના અનુસંધાને ગુજરાતી ભાષાનો ઉપયોગ અચુક કરવો, પરંતુ ઘણા ગુજરાતી ભાષાને એટલું મહત્ત્વ નથી આપતા તેઓ આ ભાષા માટે ગર્વ નો નહિ પણ મજાક ઉડાવે છે. ગુજરાતી બોલવું એક મશ્કરી રૂપ બની જવાય, અરે આપણે જ આપણી ભાષાને મશ્કરી રૂપ ન બનાવો. દરેક પર પ્રાંતની ભાષા અલગ અલગ હોય છે પણ ગુજરાતીઓ આ ભાષાથી હાસ્યાપદ બની જતા હોય છે અહીં ગુજરાતમાં પર પ્રાંતીઓ રહીને કેટલી કમાણી કરીને આગળ વધે પણ તેઓ ગુજરાતીમાં વાત કરતાં જ નથી. ઉલટા આપણે ગુજરાતના હોવા છતાં પણ એ લોકોની સાથે હિન્દી ભાષામાં વાત કરવી પડે છે કેમ? તેઓને આપણે ગુજરાતી શીખવાડી શકાય ને. ગુજરાતી નાટક અને ફિલ્મો છતાં તે જોવાનું ઘણા પસંદ નથી કરતાં, ગર્વની વાત એ છે કે ભારતમાં હાલ અંબાણી, અદાણી ટાટા જેવા વ્યક્તીઓ જ સૌથી આગળ અને ધનવાન છે તેમજ આપણા વડાપ્રધાન પણ ગુજરાતી જ છે. એ ભુલવુ ન જોઈએ બાળકોને ઈંગ્લીશ મીડીયમમાં ભણાવો પરંતુ ગુજરાતી પણ શીખવાડવું જ જોઈએ. ઈંગ્લીશ બોલવાળાનું સ્ટેટસ વધારે ન આંકીને ગુજરાતી બોલનારને પણ એટલા જ માનથી જુઓ. આજ ગુજરાતના મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ વિગેરે ઘણા મહાપુરુષો છે તો આપણો ગર્વ કેમ ન લઈએ. ટી.વી.માં પણ ગુજરાતી ચેલન જોઈએ તો ઘરના બાળકો એમ જ કહશે. આમાં શુ જોવાનું આ માટે રાષ્ટ્રભાષા હિન્દી અને અંગ્રેજી જરૂરી છે પણ માતૃભાષાને માન તો આપો.
સુરત – કલ્પના વૈદ્ય– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
ગુજરાતી ભાષાની ગરિમા જાળવો
By
Posted on