ભારતના પેરાલિમ્પિયન જેવલિન થ્રોઅર દેવેન્દ્ર ઝાઝરિયાને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મભૂષણ સન્માન એનાયત કરાયું હતું અને તેની સાથે જ પદ્મભૂષણ એવોર્ડ મેળવનારો તે પહેલો પેરાલિમ્પિયન બન્યો હતો. દેશ વતી ત્રણ પેરાલિમ્પિક ગેમ્સમાં બે ગોલ્ડ સહિત ત્રણ મેડલ જીતી ચુકેલા ઝાઝરિયાને તેના આ પ્રદર્શનના કારણે જ પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
ઝાઝરિયાએ ગત વર્ષે યોજાયેલી ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ પહેલા 2004માં યોજાયેલી એથેન્સ પેરાલિમ્પિક ગેમ્સ અને 2016ની રિયો પેરાલિમ્પિક ગેમ્સમાં તેણે ગોલ્ડ જીત્યો હતો. આ પહેલા દેવેન્દ્ર ઝાઝરિયાને ખેલ રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તે પહેલા તેને પદ્મશ્રી, સ્પેશિયલ સ્પોર્ટસ એવોર્ડ, અર્જૂન એવોર્ડ સહિતના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
જેવલિન થ્રોઅર દેવેન્દ્ર ઝાઝરિયા પદ્મભૂષણ એવોર્ડ મેળવનાર પહેલો પેરાલિમ્પિયન બન્યો
By
Posted on