રીઝર્વ બેંકની ગાઇડ લાઇન બધી જ સરકારી બેંકોને એક સરખી લાગુ પડે છે, છતા કેટલીક બેંકો આને અનુસરતી નથી. પોતાની મુનસફી પ્રમાણે કામ કરે છે. અધિકારીઓને પણ આ કર્મચારીઓ ગાંઠતા નથી. ગાઇડ લાઇન પ્રમાણે ખાતેદારોના ફીકસ ડીપોઝીટના ટીડીએસ કવાર્ટર એન્ડની છેલ્લી તારીખે કાપવાના (ડેબીટ) હોય છે. જયારે કેટલીક સરકારી બેંકોક યારેક બે ત્રણ કે ચાર કવાર્ટનો ટીડીએસ એક સાથે કાપી લે છે. કોઇ બેંક બે કવાર્ટરનો, બીજી બેંક ત્રણ કવાર્ટરનો સાથે અને કયારેક ચાર કવાર્ટરનો સાથે ટીડીએસ ડેબીટ કરે છે. સામાન્ય ખાતેદાર એવા ગોથા ખાય છે કે ટીડીએસ ગણવા બેસે ત્યારે તેને તમ્મર આવી જાય છે. બેંકમાં પૂછવા જાય ત્યારે ટીડીએસનું સ્ટેટમેન્ટ પકડાવી દે છે સમજાવે છે પણ સમજ પડતી નથી. એવી આંટીઘુંટીમાં સામાન્ય ખાતેદાર અટવાય અને છેલ્લે વકીલને ત્યાન જવું પડે છે. આવી લાલીયાવાડી અને અંધાધુંધી સામે સામાન્ય ખાતેદારના અવાજ ઉચ્ચક અધિકારી સુધી પહોંચતો નથી અને પહોંચે તો આંખ આડા કાન કરે છે. કર્મચારીઓ પોતાની મુનસફી અને ફૂરસદે કામ કરે છે ત્યારે કદી ખાતેદારોની હેરાનગતિનો કયારેક વિચાર કરતા નથી.
સુરત – અનિલ શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દરેક બેન્કોએ રીઝર્વ બેંકની ગાઇડ લાઇન સરખી રીતે પાળવી જોઇએ
By
Posted on