Gujarat

કૃષિમંત્રીએ કરી જાહેરાત: આજથી રાજ્યના ખેડૂતોને મળશે આટલા કલાક વીજળી

ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભામાં બજેટ સત્ર (Assembly Budget session) ચાલી રહ્યું છે ત્યારે વિપક્ષ દ્વારા સરકારને અલગ અલગ મુદ્દે ઘેરતી રહે છે. ગઈકાલે ગુજરાત વિધાનસભામાં ખેડૂતોને વીજળી (electricity ) આપોના સૂત્રો સાથે કોંગ્રેસના (Congress) ધારાસભ્યો ગૃહમાં હંગામો મચાવી વેલમાં ધસી આવ્યા હતા. અધ્યક્ષે ટકોર કરતા કોંગ્રેસના ધારાસભ્યો શાંત થયા હતા. વિપક્ષ દ્વારા ઉઠાવાયેલા બાદ રાજ્ય સરકારે આજથી ખેડૂતોને 8 કલાક વીજળી મળશે તેવી બાંહેધરી આપી છે.

ધારાસભ્ય શૈલેષ પરમારે સરકાર સમક્ષ વીજ ઉત્પાદનના આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે 240 મેગાવોટનો જ વધારો થયો છે, સરકાર ખેડૂતોને દિવસે વીજળી આપી શકતી નથી. જેને લઈને આજે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂતોને મળતી વીજળી અંગે મહત્વનું નિવેદન આપ્યુ હતું. હવેથી ખેડૂતોને 8 કલાક સતત વિના કાપે વીજળી મળી રહેશે. વધુમાં કૃષિમંત્રીએ કહ્યું કે અમારી આજે ઉર્જામંત્રી સાથે બેઠક મળી હતી જેમાં એવો નિર્ણય લેવાયો હતો કે આજથી જ ખેડૂતોને 8 કલાક વીજળી આપવા બાબતે અમલીકરણ કરવામાં આવશે.

નીતિન ભાઈનો આભાર, તેઓએ માન્યું કે ગુજરાતમાં રોજગારી નથી’ : કોંગ્રેસના સરકાર સામે ગંભીર આક્ષેપો
ગુજરાત વિધાન સભાનું બજેટ ચાલી રહ્યું છે. જેમાં કોંગ્રેસના સભ્ય બળદેવજી ઠાકોરે સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, હું નીતિન ભાઈનો આભાર માનું છું કે, તેમણે કબલ્યુ હતું કે, ગુજરાતમાં રોજગારી નથી મળતી એટલે જ લોકો મોટી રકમ ખર્ચી વિદેશ જાય છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. તેમ છતાં લોકોને રોજગારી મેળવવા વિદેશ જવું પડી રહ્યું છે.જે બેરોજગારીની સ્વીકૃતિ બતાવે છે. તેમણે જણાવ્યું હતું કે,ગૃહમાં બેઠેલા તમામ સભ્યો કોંગ્રેસે બનાવેલી શાળામાં ભણીને વિધાનસભામાં આવ્યા છે.કોંગ્રેસના લલિત કગથરાએ આક્ષેપ કર્યો હતો કે, એક સમયનું રંગીલું રાજકોટ શહેર આજે ખંડણીનું શહેર બની ગયું હોવાનું આપણા ગોવિંદભાઇ કહી રહ્યા છે.

યુવાનોને પકોડા તળવા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે: અમિત ચાવડા
ગઈ કાલે ગુજરાત વિધાનસભામાં બજેટ પરની ચર્ચામાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે,ગુજરાત સરકારનું આ બજેટ જોબલેશ, ગ્રોથલેશ અને હોપલેશ છે. આ સરકારની યુવાનોને રોજગારી આપવાની દાનત નથી તે જોતા આગામી દિવસોમાં યુવાનોને પકોડા તળવા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ગુજરાતમાં સરકારી શાળાઓ વધારવાને બદલે આ સરકાર સરકારી શાળાઓ બંધ કરીને એમના મનીતાઓને ખાનગી શાળા શરૂ કરવા મંજૂરી આપવામાં આવે છે. એટલે કે સરકાર શિક્ષણમાંથી હાથ પાછા ખેંચી રહી છે. ગુજરાતમાં સરકાર બદલાઈ મંત્રીઓના નામોની ગુપ્તતા જળવાઈ શકે છે પરંતુ ભરતી માટેની પરીક્ષાના પેપેરો લીક થઈ રહ્યા છે.

Most Popular

To Top