Business

પરિસ્થિતિને નવી દ્રષ્ટિથી જોવી તે શીખવું હોય તો શીખો એન્ડુ કાર્નેગી જોડેથી

સ્ટીલના ધંધામાં વિશ્વમાં શ્રેષ્ઠ ઉધોગપતિની ગણનામાં નામ લેવાય એવા એન્ડુ કાર્નેગીની બાયોગ્રાફીમાં એક વસ્તુ તેમણે બહુ સુંદર કહી છે. એન્ડુ કાર્નેગીના મત મુજબ હું સફળ થયો તેનું મુખ્ય કારણ બધા કરતા પરિસ્થિતિને નવી દ્રષ્ટીથી જોવાને આભારી છે. જો તમારામાં દ્રઢતા અને મક્કમ મનોબળ હશે તો કોઈ પણ વિપરીત સંજોગો અને પરિસ્થિતિમાં તમે માનસિક રીતે સ્ટેબલ રહી શકશો અને તેમાંથી માર્ગ કાઢી શકશો. મેં મારા પિતાજીને નોકરી માટે વલખા મારતા જોયા હતા. ગરીબી અને ગરજને શું કહેવાય એ મેં બહુ નાનપણથી જોયું છે.

આજેય એ દિવસો યાદ આવે ત્યારે મારું મન વિચલિત થઇ જાય છે. પરંતુ આ પરિસ્થિતિને એક ચેલેન્જ તરીકે સ્વીકારી. નાની વયે મેં નક્કી કર્યું કે હું દુનિયાને હવે મારી નવી નજરોથી જોઈશ અને જે પરિસ્થિતિ બનશે તેમાંથી મારા માટે હું તક શોધી કાઢીશ. હું રડવા નહિ બેસુ.મેં મારો પોતાનો પણ નાનો બીઝનેસ ચાલુ કર્યો. મેં શરૂઆતથી જ સમજી લીધું હતું જો હરીફાઈમાં તમારે ટકવું હશે તો, બીજાના દ્રષ્ટિકોણને કોઈ પણ સંજોગોમાં બદલવો પડે અને એના માટે સૌ પ્રથમ તમારે તમારો દ્રષ્ટિકોણ બદલાવો પડે.

 એન્ડ્રુ કાર્નેગીની બાયોગ્રાફીમાં બીજી એક મહત્વની બાબત જાણવા જેવી છે. તેમણે લખ્યુ છે કે જે દિવસે તમે એન્ટ્રપ્રેન્યો બનવાનું નક્કી કર્યું એ દિવસથી તમારે જાતે એ સ્વીકારવું પડે કે તમે બીજા કરતા અલગ છો. તમારે સેલ્ફ મોટીવેટ થઈને કામ કરવું પડશે. તમને કોઈ આવીને પ્રેરણા આપશે તેવા વિચારો છોડી દો. તમારે જ તમારા ભાગ્યનું નિર્માણ કરવું પડશે. એક એન્ટ્રપ્રનર તરીકે તમારું રિસ્ક થોડું વધારે છે. તમારા દરેક પગલાં કેટલાય ફેમિલીને અસર કરતા હોય છે આથી જો તમે માનસિક રીતે નબળા રહેશો તો તમે તમારું તો નુકશાન કરશો પરંતુ તમારા કર્મચારીઓના ભાગ્યને અને તેમના કુટુંબને પણ વધારે નુકશાન કરશો. તમારા પોઝિટિવ વિચારો અને માનસિક સ્ટેબિલિટી તમને બીજા કરતા અલગ તારવશે.

મેં મારા ધંધામાં નવું વિચાર્યું. લોકો ભાગીદારો ખરીદે છે અને હું ભાગીદારોને બનાવું છુ. દરેકને મારી પરિસ્થિતિને બીજી રીતે જોવાની કળા શીખવાડું છું. હું ચોક્કસ માનું છું  કે તમારી વિચારવાની રીત હકારાત્મક રાખો. મહેનત કરો તો સફળતા મળશે જ. કામના ભાર હેઠળ દબાઈ જવામાં તમારો આનંદનો ભોગ ન લેવાય તેનું ધ્યાન રાખજો. આનંદી સ્વભાવ હશે તો મનની સાથે શરીર પણ સારું રહે છે. મોટા ભાગના માણસો પોતાની આવડતનો ઉપયોગ એટલા માટે નથી કરી શકતા કારણકે બીજાના નેગેટીવ વિચારોથી જ તેમનું મન ભરાયેલું રહેતું હોય છે. મારા કહેવાનો મતલબ એ છે કે તમારો દ્રષ્ટિકોણ બદલો, તમારી જાતને સિદ્ધિના ઉંબરે પહોંચેલા કલ્પો. એવી કલ્પના કરો કે એક ભવ્ય, સ્પષ્ટ અને અદભુત જીવન તમારી સમક્ષ છે. ઉઠો, જાગો અને પ્રાપ્ત કરો.

આ બાબત તમારી કંપની નાની હોય કે મોટી બધાને લાગુ પડી શકે છે. કંપની નાની હોય કે મોટી, રિસ્કની માત્રા સરખી હોય છે. મોટી કંપનીઓને પોતાની કંપનીની પ્રોડકટ્સ  ક્વાોલિટી અને કમ્પ્લાયન્સનું રિસ્ક વધારે હોય છે. માર્કેટ કંમ્પ્લેઇન અથવા તો પ્રોડકટ્સને બજારમાંથી પાછી લેવાની વાત આવે ત્યારે કંપની રિસ્કના રડાર ઝોનમાં આવી જાય છે અને આ વખતે કંપનીનું ટોપ મેનેજમેન્ટ સ્ટ્રેસમાં આવી જાય છે અને ઘણી વખત અણગમતા અને ખરાબ નિર્ણયો પણ લઇ લે છે. આજ રીતે નાની અને મીડિયમ સાઈઝની કંપનીઓને બહાર માર્કેટમાં થતા કોઈ પણ મોટા ફેરફાર મોટી અસર કરે છે. કહેવાનો મતલબ એ છે કે પરિસ્થિતિ અને સંજોગો બદલાતા જ રહેશે પરંતુ તમે આ પરિસ્થિતિમાં કેવી રીતે માનસિક દૃઢતાથી બહાર નીકળી શકો છો તેના ઉપર તમારી કંપનીની સફળતાનો આધાર રહે છે.

Most Popular

To Top