દેશની પ્રજાને એમ હતું કે જેવાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો તા.૧૦ માર્ચે જાહેર થશે કે તરત પેટ્રોલ – ડીઝલ, સીએનજીની કિંમતમાં એકસાથે અથવા તબક્કાવાર તોતિંગ ભાવવધારાનો પ્રજાએ સામનો કરવો પડશે, કારણ કે આંતર રાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલની કિંમતમાં વધારો થયો હતો. પણ આ લખી રહ્યો છું તે તા.૧૫ માર્ચ સુધી ઉપરના કોઈ પણ ઇંધણની કિંમતમાં ફેરફાર થયો નથી. પ્રજામાં એક પ્રકારનું આશ્ચર્ય ફેલાયું છે કે જે ભાવવધારો અપેક્ષિત હતો તેમાં કોઈ પણ પ્રકારનો વધારો થયો નથી. સરકારના પક્ષે આ જમા પાસું હોવા છતાં આ ઇંધણના ભાવ ન વધવાને લીધે પ્રજામાં એક પ્રકારનું કુતૂહલ પેદા થયું છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર આ ઇંધણના ભાવ ક્યાં સુધી વધારતી નથી અને જ્યારે પણ વધારશે તો એ વધારો કેટલો હશે? ટૂંકમાં ૧૦ માર્ચે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા પછી આજ સુધી પ્રજાએ જે અપેક્ષા રાખી હતી તેવો ભાવવધારો થયો નથી તે એક નરદમ હકીકત છે.
સુરત – સુરેન્દ્ર દલાલ . આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પેટ્રોલ – ડીઝલ, સીએનજીની કિંમત
By
Posted on