સુરત : (Surat) કામરેજમાં સગીરાને લગ્નની લાલચ આપીને એક મહિલાના ઘરમાં 17 દિવસ ગોંધી રાખી બળાત્કાર (Rape) ગુજારાયો હતો. આ સગીરાને ધમકી આપવામાં આવી હતી કે, ‘જેવી રીતે ગ્રીષ્માનું (Grishma) ગળુ કાપી હત્યા (Murder) થઇ તેવી જ અસર તારા ઉપર પણ થશે’. આ સગીરાને ધમકી (Threaten) આપીને જે મહિલાના ઘરમાં રાખવામાં આવી હતી, તે મહિલાએ જામીન મુક્ત થવા માટે કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ ગુનાની (Crime) ગંભીરતા અને મહિલાની ગુનાહિત ઇતિહાસ જોઇને મહિલાના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
- જીમ્મી પરમાર નામનો યુવક સગીરાને લઇને કામરેજની અમિતાબેનના ઘરે ગયો અને 17 દિવસ ગોંધી રાખી બળાત્કાર કર્યો હતો
- પોલીસે જ્યારે સગીરાને શોધી કાઢી ત્યારે ત્યાં રાજકોટનું એક અન્ય કપલ પણ મળી આવ્યું હતુ
- સગીરાને લગ્નની લાલચ આપી બળાત્કાર કરવાના ગુનામાં આરોપીને આશરો આપનાર મહિલાના જામીન નામંજૂર
આ કેસની વિગત મુજબ જીમ્મી પરેશભાઇ પરમાર નામના યુવકે 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપીને કામરેજ લઇ ગયો હતો. કામરેજના કઠોર ગામે સહયોગ એપાર્ટમેન્ટમાં રહેતા અમિતાબેન જીગ્નેશભાઇ પાનેલીયાના ઘરે લઇ ગયો હતો. અહીં સગીરાને 17 દિવસ સુધી ગોંધી રાખવામાં આવી હતી. સગીરાએ જીમ્મીને કહીને લગ્ન કરવા માટે કહ્યું ત્યારે જીમ્મીએ ધમકી આપી હતી કે, ‘જેવી રીતે પાસોદરામાં ગ્રીષ્માનું ગળુ કાપી હત્યા થઇ તેવી જ અસર તારા ઉપર પણ થશે’. ગ્રીષ્મા અને અમિતાબેનની ધમકીથી ગભરાઇને સગીરા કશુ બોલી શકી ન હતી.
દરમિયાન સગીરા અમિતાબેન અને જીમ્મીની ચુંગાલમાંથી બહાર નીકળીને કામરેજ પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે આ ગુનો નોંધીને અમિતાબેનની ધરપકડ કરી હતી. જામીન મુક્ત થવા માટે અમિતાબેને અરજી કરી હતી, જેની સામે સરકારી વકીલ વિશાલ ફળદુએ દલીલો કરી હતી કે, આ કેસમાં મુખ્ય આરોપી જીમ્મી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. જો આરોપીને જામીન આપવામાં આવે તો પુરાવા સાથે ચેડા થાય છે. બીજી તરફ ભોગ બનનાર સગીરાએ જાતે જ કોર્ટમાં અમિતાબેનની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે, અમિતાબેન આવા અનેક કપલોને પોતાના ઘરમાં આશરો આપે છે અને ગુના કરનારાઓને મદદગારી કરે છે, અગાઉ પણ તેમના ઘરમાં રાજકોટમાંથી આવેલું એક કપલ પકડાયું હતું. પોલીસે સરકારી વકીલની દલીલો, ભોગબનનારની જુબાની ધ્યાને રાખીને અમિતાબેનની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.