વડોદરા : ભરૂચ ના સરનામા વાળા આધારકાર્ડ સાથે ટ્રેનમાંથી પકડાયેલી બે બાંગ્લાદેશ સહિતની ત્રણ યુવતીઓ નારી સુરક્ષા ગૃહના કમ્પાઉન્ડની દીવાલ કૂદીને ફરાર થઇ જતાં ખળભળાટ મચી ગયો છે. ફતેગંજ સહિત પોલીસ તંત્રએ ગુજરાત ભરમાં તપાસનો દોર લંબાવ્યો છે. હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન માંથી રેલવે પોલીસે એક યુવાન અને ત્રણ મહિલાઓની બનાવટી આધારકાર્ડ બાબતે ધરપકડ કરી હતી બંગાળ રાજ્યના કલકત્તાના મોહમ્મદ નઝમુલ શેખ અને મૌસમી ઉર્ફે સારમીન મીન્ટુ ઉર્ફે રહીમ શેખ સાથે મળી આવેલી યાસ્મીન ઉર્ફે જન્નત જાજમિયા મુસ્લિમ અને પોપીબાઈ ઉર્ફે ફરઝાના મહમ્મદ સૈફુલ ઇસ્લામ શેખ પાસે થી આધારકાર્ડ મળ્યાં હતા.
રેલવે પોલીસે બંને મહિલાઓ ની ભાષા પરથી કરીશ પૂછતાછ કરતા મૂળ બાંગ્લાદેશની હોવાનું કબૂલાત કરી હતી અને આધાર કાર્ડ બંગાળમાં રહેતા એક ઇસમ પાસે બનાવડાવ્યા હતા. યુવતીઓની વધુ સઘન પૂછતાછ અર્થે ત્રણે યુવતીઓને નારી સુરક્ષા ગૃહમાં મોકલી આપી હતી. બનાવટી આધારકાર્ડ ઉપર યુવતીઓ ક્યાં જઈ રહી હતી કોઈ દેશ દ્રોહી સંગઠનો સાથે ગેરકાનૂની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે કે કેમ બાંગ્લાદેશથી ગુજરાતમાં આવવાનો હેતું શું છે. તેવા અનેક સવાલો ઉભા થતા સેન્ટ્રલ એજન્સીઓ પણ પૂછતા જ કરવાની હતી તેવી હકીકત યુવતીઓને જાણવા મળી હતી. જેથી એજન્સીઓ પૂછતાજ કરે તે પૂર્વે ગત રાત્રે કાવતરું રચ્યું હતું અને મધરાત્રે સિક્યુરિટી ની નજર ચૂકવીને 10 ફૂટ ઉંચી દીવાલ ની નીચે ટેબલ ઊપર ડોલ મૂકીને ઉંચાઈ પરની તારની વાડ માંથી સરકીને નીચે કુદી ને ફરાર થઈ ગઈ હતી. મળસ્કે બનાવની જાણ થતાં જ તે પોલીસ સહિત તંત્ર દોડતું થઇ ગયું હતું ૨૪ કલાક બાદ પણ કોઈ સગડ મળ્યા ન હતા.
યુવતીઓ નિઝામપુરામાં બેસીને ગઈ, પોલીસનો અમદાવાદ તરફ તપાસનો દોર
પોલીસ તંત્રની બીક અથવા અન્ય કોઇ કારણસર નાસી છૂટેલી મૂક્યોને કોઈ પણ ભોગે ઝડપી પાડવા માટે ફતેગંજ પોલીસે રાત પર સીસીટીવીના ફૂટેજના ચેકિંગ હાથ ધર્યાં હતા. જેમાંથી ફૂટેજમાં શંકાસ્પદ જણાતી ત્રણ યુવતીઓ નિઝામપુરા ડીલક્ષ ચાર રસ્તા પાસેથી બસમાં બેસીને રવાના થઇ હોવાનું પોલીસને જાણવા મળતા બસનો નંબર શોધીને અમદાવાદ તરફ તપાસનો દોર લંબાવ્યો હતો.
યુવતીઓ નાણાં વગર ફતેગંજથી નિઝામપુરા તરફ કેવી રીતે ગઈ?
જ્યારથી બાંગ્લાદેશની યુવતીઓ પકડાઈ છે ત્યારથી પોલીસ વિભાગ તો સતર્ક બની ગયો હતો પરંતુ નારી સુરક્ષા ગૃહના ફરજ પરના સિક્યુરિટીની નિષ્કાળજી અને બેદરકારીના ગંભીર પરિણામો ભોગવવા પડે તેઓ ઘાટ ઘડાઈ ગયો લાગે છે. નારી સુરક્ષામાં યુવતીઓ આવી ત્યારે તેમનો સરસામાન રોકડ જપ્ત કરવામાં આવે છે તો પછી ફરાર યુવતીઓ નાણા વગર બસમાં બેસી ગઈ તે શક્ય જ નથી શું સ્ટાફ માથી જ કોઈએ આર્થિક મદદ કરી હતી. ફતેગંજથી નિઝામપુરા તરફ કેવી રીતે ગઈ અજાણી યુવતી ઓ તમામ માર્ગો થી વાકેફ કઈ રીતે હતી સ્ટાફના જ કોઇએ તેમને તે બાબતે પણ મદદ કરી હતી તેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.