વડોદરા : રાજ્ય સરકારના શાળા કોલેજો ઓફ લાઈન શરૂ કરવાના આદેશ બાદ એમ.એસ. યુનિવર્સિટી ની કોમર્સ ફેકલ્ટી ખાતે પ્રથમ વર્ષ ના વિદ્યાર્થીઓ માટે ઓફ લાઇન શેક્ષણિક કાર્યની શરૂઆત સોમવારથી કરવામાં આવી હતી. બે વર્ષના લાંબા અંતરાલ બાદ કોમર્સ ફેકલ્ટી ખાતે એફ.વાય.બી.કોમના વર્ગો ઓફ લાઈન મોડમાં શરૂ કરવામાં આવ્યા હતાં.ત્યારે યુનિ.માં કાર્યરત વિધાર્થી સંગઠનો પ્રથમ વર્ષના વિધાર્થીઓને આવકારવા માટે હોડ લાગી હતી. કોમર્સ ફેકલ્ટીના મેઈન બિલ્ડીંગ ખાતે બપોર બાદ પ્રથમ વર્ષના વિધાર્થીઓને એબીવીપી એનએસયુઆઈ સહિત એજીએસજી સંગઠન દ્વારા વિવિધ રીતે આવકારવામાં આવ્યા હતા.
સોમવારે કોમર્સ કોલેજ ખાતે ઓરથમ વર્ષના વિધાર્થીઓ માટે ઓફ લાઈન શિક્ષણ શરૂ થતાં મેઈન બિલ્ડીંગ સહિત એફ.વાય. યુનિટ બિલ્ડિંગમાં વિવિધ સંગઠનો દ્વારા નવા વિધાર્થીઓને આવકારવા માટે હોડ જામી હતી.દરેક સંગઠનના વિધાર્થી અગ્રણીઓ સાથેતેમના ટેકેદારો નવા વિધાર્થીઓને તેમની તરફ આકર્ષવા માટેના ઓરાયાસો કરતા હતાં.અને તેને કારણે વાતાવરણ સંગઠનો ના શક્તિ પ્રદર્શન નું લાગી રહ્યું હતું એક બીજાને નીચા પાડવા માટે ટેકેદારો પ્રયત્નશીલ હતા. વિદ્યાર્થીઓને પોતાના સંગઠનમાં સામેલ કરવા માટે વિવિધ તરકીબો અજમાવી ને તેમને આકર્ષવા માં આવી રહ્યા હતા.કોલેજના પ્રવેશ દ્વાર પાસે વિધાર્થી અગ્રણીઓ અને ટેકેદારો મોટી સંખ્યામાં ઉભા હોવાથી વિધાર્થીઓને વર્ગોમાં જવા માટે મુશ્કેલી પડી રહી હતી અને કલાસરૂમ સુધી પહોંચતા મોડું થયું હતું.
બધા વિદ્યાર્થીઓ વર્ગોમાં ગયા બાદ વિદ્યાર્થી સંગઠનના અગ્રણીઓ કેમ્પસના એફ.વાય.બી.કોમ યુનિટ ખાતે ગયા હતા અને ત્યાં પણ નવા વિદ્યાર્થીઓને તેમનો પ્રભાવ દર્શાવવા માટે નારેબાજી કરી એકબીજાની સ્પર્ધા કરતા હતા . દરમિયાન એબીવીપી અને એજીએસજી વિધાર્થી સંગઠનના સભ્યો વચ્ચે તુતુ મેમેં થઈ હતી અને આવેશમાં આવીને બોલાચાલી કરવા માંડ્યા હતા. બન્ને જૂથના અગતાનીઓ અને સમર્થકો સામ સામે આવી ગયા હતા અને હાથાપાઈ પર ઉતરી પડ્યા હતા. થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું.પરંતુ વિજીલન્સ અને સિક્યુરિટી કર્મીઓની સમય સુચકતાને કારણે પરિસ્થિતિ કાબુ બહાર જતી અટકી હતી. તેમણે બન્ને જૂથના વિધાર્થીઓને સમજાવી છુટા પાડ્યા હતા અને મામલો થાળે પાડયો હતો. નવા વિધાર્થીઓ કોલેજના પ્રથમ દિવસે બનેલી ઘટનાને પગલે હેબતાઈ ગયા હતાં. બંને જૂથોના વિધાર્થીઓ વિખેરાઈ ગયા હતા. પરંતુ આગામી દિવસોમાં આ ઘટનાને પડઘા પડતો નવાઈ નહિ બન્ને જૂથના અગ્રણીઓ અને ટેકેદારો આજની ઘટના ને પગલે તેમનું વર્ચસ્વ દર્શાવવા માટે મોકાની તલાશમાં રહેશે તેમ લાગી રહ્યું છે.