વડોદરા : શહેરના કારેલીબાગ ખાતે નગરપાલિકા દ્વારા હરાજી યોજવામાં આવી હતી જેમાં 17 દુકાનો પૈકી 14 દુકાનોની હરાજી થઈ હતી જેમાં આઠ દુકાનો આપવામાં આવી હતી. પાલિકા દ્વારા અપસેટ અને ડિપોઝીટ વ્યાજદર ઘટાડવામાં આવી છે. આઠ દુકાનોમાં પાલિકાને રૂ. 24.23 લાખ વાર્ષિક ભાડું પાલિકા ને મળશે. પાલિકા દ્વારા બે રાત્રી બજાર બનાવવામાં આવેલા છે જેમાં આજવા રોડ ખાતે હરાજી કરવામાં આવે છે પરંતુ કોઈપણ વેપારી તેમાં ભાગ લેતો નથી જ્યારે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી રાત્રી બજારમાં કુલ 42 દુકાનો આવેલી છે જેમાં બાર મોટી અને 30 નાની દુકાનો આવેલી છે જેમાં મહાનગરપાલિકા દ્વારા 17 પડી રહેલી ખાલી દુકાનોની હરાજી કરવામાં આવી હતી તેમાં કુલ ૮ દુકાનો અને પાલિકાએ હરાજી કરી હતી જેમાં જે નાની દુકાનો છૅ જેની અપસેટ અને ડિપોઝિટ વેલ્યુ ઘટાડી ને 1.50 લાખ કરી છે તેનું મેક્સિમમ 3. 15 લાખ અને જે મોટી દુકાન છે તેની અસર અપસેટ અને ડીપોઝીટ વેલ્યુ 3 લાખ હતી તેનું મેક્સિમમ 5.50 લાખ માં હરાજી થઇ છૅ. પાલિકા દ્વારા આઠ દુકાનોની હરાજી કરવામાં આવતા પાલિકા અને રૂ. 24.23 લાખ વાર્ષિક ભાડું મળશે.
પાલિકાએ રૂા. 3 લાખ મૂકેલી અપસેટ વેલ્યુની દુકાનના 5.50 લાખ ઉપજ્યા
By
Posted on