Charchapatra

ભારતીય યુવાનો અને વાલીઓની વિદેશ માટેની ઘેલછા

તાજેતરનાં નાં ગુજરાતમિત્ર નાં ચર્ચાપત્ર વિભાગ માં શ્રી સુરેન્દ્ર દલાલ અને શ્રી જગદીશ પાનવાળા  નાં આ વિષય પર ચર્ચાપત્ર વાચ્યા. આ વિષય માં  જોવામાં આવ્યું છે કે યુક્રેન થી ભારત સરકારનાં સુંદર આયોજન થી વતન પરત ફરેલા વિદ્યાર્થીઓ માં વતન પરત સહીસલામત પહોંચ્યા નાં આનદ નો અને ભારતીય વહીવટી તંત્ર તરફ આભારની લાગણી નો મહદ્ અંશે અભાવ ટીવી ચેનલો નાં સમાચારો જોતા દેખાયો. સામે ભારતનાં જીગરજાન દુશ્મન પાકિસ્તાનનાં આ દેશમાં ફસાયેલા કિશોરો માં ભારતીય પ્રધાનમંત્રી માટેની આભારની લાગણી સ્પષ્ટ દેખાઈ. વિદ્યાર્થીઓ એ યુક્રેન માં થી બહાર નીકળી હિજરતી યુક્રેનિયન નાગરિક ભેગા અન્ય દેશોમાં નિરાશ્રિત ની શ્રેણી માં ગણાવી યુરોપ નાં અન્ય દેશો માં ઠસી જવાનો પણ પ્રયત્ન કર્યો. યુક્રેન ની તબીબી પદવી , કે જેનાં અભ્યાસક્રમ માં જોડાવવા માટે કોઈ પ્રવેશ કસોટી ની જરૂર નથી અને તે પ્રાપ્ત થયા બાદ ભારતની વિશેષ લાયકાત કસોટી પસાર કરવી પડે છે , તે સરખામણી માં મેળવવી સસ્તી હોવાને કારણે , ફક્ત તબીબ તરીકે ની કલગી પ્રાપ્ત કરવાનો લોભ રાખે અને તેમનાં વાલીઓ બેન્ક લોન આ માટે લે છે તેમને માટે સરકાર શ્રી ને સૂચન છે કે જો યોગ્ય લાગે તો આવા દેશોમાં અભ્યાસ માટે બેન્ક લોન બંધ કરાવી જોઈએ, જો આ સૂચન યોગ્ય જણાય તો.
સુરત       – પિયુષ મહેતા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top