પહેલાં છાપકામ માટે સીસાના અક્ષર (ટાઈપ) ગોઠવવા, કંપોઝ કરવામાં બીબાંનો ઉપયોગ થતો. છાપવાની આ રીતમાં કેટલીક વાર જોડણી સુધારા કરવા સમય જતો. કામગીરી પૂર્ણ થતાં ગોઠવેલાં બીબાંને તેમના ખાનામાં પાછાં મૂકી દેવામાં આવતાં. છાપખાનામાં બીબાં, આકૃતિ ઢાળવાનું કામ મહેનત માંગી લેતું. પછી નવી શોધો શરૂ થઈ, ધીરે ધીરે વધતી ગઈ. દર નવી પળે નવી શોધથી પ્રગતિ થઈ. વર્ષો પહેલાં મનુષ્ય હતો, તેની સરખામણીમાં આજનો મનુષ્ય વિકસીને પ્રગતિશીલ બન્યો છે. સૌ જાણીએ છીએ કે, અન્ય પ્રાણીઓથી માનવી જુદો પડે છે, કારણ કે તે વિચારશીલ છે. કહેવાનો મતલબ પરિવર્તનને સ્વીકારવામાં સમજદારી છે. જે જેવા છે તેવા રહેવાનો આગ્રહ બીબાંઢાળ કહેવાય. માનવીને વિચારવાની અદ્દભુત શક્તિ મળી છે તેનાથી અદ્દભુત પરિણામો મેળવી શકાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં વિવેક અને યોગ્ય સમજશક્તિ કેળવી જીવનને જીવંતતાથી ભરી દઈએ. જડતા દૂર કરવામાં માનસિક બદલાવ આવકાર્ય છે.
નવસારી – કિશોર આર. ટંડેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બીબાંઢાળ
By
Posted on